ETV Bharat / bharat

ગુર્જર અનામત આંદોલન: જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારમાં ઇન્ટરનેટ પ્રતિબંધ લંબાવાયો - સોમનાથ મિશ્રા

ગુર્જર અનામત આંદોલનને ધ્યાનમાં રાખીને જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારોમાં ઇન્ટરનેટ પર 24 કલાક પ્રતિબંધ લંબાવાયો છે. આ પ્રતિબંધ 31 ઓક્ટોબરે સાંજે 6 કલાકથી 1 નવેમ્બર સાંજે 6 કલાક સુધી 24 કલાક માટે લંબાવામાં આવ્યો છે.

જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારમાં ઇન્ટરનેટ પ્રતિબંધ લંબાવાયો

author img

By

Published : Oct 31, 2020, 8:52 PM IST

  • ગુર્જર અનામત આંદોલનને લઇને રાજસ્થાન સરકાર બની સતર્ક
  • ગુર્જર લોકોના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાનો પ્રતિબંધ 24 કલાક વધારવામાં આવ્યો
  • કાયદો વ્યવસ્થા જાળવવા લેવાયો નિર્ણય

જયપુર (રાજસ્થાન): ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની સરકાર સતર્ક બની છે. ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાનો પ્રતિબંધ 24 કલાક વધારવામાં આવ્યો છે. વિભાગીય કમિશ્નર સોમનાથ મિશ્રાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધ 31 ઓક્ટોબરે સાંજે 6 કલાકથી 1 નવેમ્બર સાંજે 6 કલાક સુધી 24 કલાક માટે લંબાવામાં આવ્યો છે.

શહીદ સ્મારક સુધી પહોંચવા ગુર્જર લોકોને આહ્વાન

બેકલોગ અને એમબીસી ક્વોટામાં આપવામાં આવેલા અનામત સંબંધી માંગણીઓને લઇને ગુર્જર અનામત સંઘર્ષ સમિતિએ સમાજના લોકોને 1 નવેમ્બરના રોજ બાયના-હિન્દૌન હાઇવે પરના પીલુપુરા-કરબારી શહીદ સ્મારક સુધી પહોંચવા આહ્વાન કર્યું છે. જેથી જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારો કોટપૂતલી, પાવટા, શાહપુરા, વિરાટનગર અને જમવારામગઢની સરહદમાં સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી રાખવા માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી છે.

ETV BHARAT
જાહેરનામાની કોપી

વધુ 24 કલાક ઇન્ટરનેટ સેવા બંધ

વિભાગીય કમિશ્નર સોમનાથ મિશ્રાએ જણાવ્યું કે, ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટરોબરથી 1 નવેમ્બર સાંજે 6 કલાક સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લાદવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સોમનાથ મિશ્રાએ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારો કોટપૂતલી, પાવટા, શાહપુરા, વિરાટનગર અને જમવારામગઢની સંપૂર્ણ સરહદમાં 31 ઓક્ટોબરે સાંજે 6 કલાકથી 1 નવેમ્બર સાંજે 6 કલાક સુધી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવામાં પ્રતિબંધ લંબાવ્યો છે.

જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ થશે કાર્યવાહી

સોમનાથ મિશ્રાએ કહ્યું કે, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આંદોલનને લઇને અસામાજિક તત્વો ફેસબુક, વ્હોટ્સેપના માધ્યમથી અફવા ફેલાવી કાયદો વ્યવસ્થા ભંગ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.