ETV Bharat / bharat

ગુજરાત કોંગ્રેસના 20 ધારાસભ્યોને આબુરોડના રિસોર્ટમાં રાખવામાં આવ્યા - કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જોકે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. જેથી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોને રાજસ્થાનના આબુરોડના એક રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે.

Etv Bharat, Gujarati News, Rajasthan News, Congress, BJP
ગુજરાતના 19 ધારાસભ્યો આબુરોડના રિસોર્ટમાં રોકાયા
author img

By

Published : Jun 7, 2020, 2:00 PM IST

સિરોહીઃ રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જોકે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. જેથી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોને રાજસ્થાનના આબુરોડના એક રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં 19 જૂને 4 રાજ્યસભા સાંસદોની ચૂંટણી છે. જેને લઇને હવે રણનીતિની શરુઆત થઇ ચૂકી છે. કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના 20 ધારાસભ્યોને રાજસ્થાન ગુજરાત સીમા પર સ્થિત આબુરોડના વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં રોકવામાં આવ્યા છે અને તેમનું રિસોર્ટ રાજકારણ કાર્ડ રમી રહી છે.

આ રિસોર્ટમાં ધારાસભ્યો સિવાય કોઇને પણ અંદર જવાની પરવાનગી નથી. ના તો કોઇને મળવા દેવામાં આવી રહ્યા છે. ધારાસભ્યોની 1 ડઝનથી વધુ ગાડીઓ રિસોર્ટમાં છે, તો ધારાસભ્યોને રિસોર્ટની અંદર જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, ત્યાં માત્ર ફરવા આવ્યા છે તેમને કોઇ જ પ્રકારનો ક્રોસ વોટિંગનો ભય નથી. 3 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા જવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, વેચાવ લોકો વેચાઇ ગયા છે.

વધુમાં રિસોર્ટમાં આવેલા લોકો પાર્ટીની સાથે છે અને પાર્ટીના ટિકાઉ ધારાસભ્યો છે. તેમણે દાવો કરતા કહ્યું કે, રિસોર્ટમાં 25, 30 ધારાસભ્ય પર અત્યાર સુધી 19 લોકોના ધારાસભ્યો વિશે જાણકારી મળી છે.

જો કે, બધા જ લોકો રિસોર્ટમાં રોકાયા છે અને તેમ જણાવવામાં આવી રહ્યું છે કે, બપોર પછી વધુ ધારાસભ્યો રિસોર્ટમાં આવી શકે છે અને સાથે જ આ ધારાસભ્યોને જયપુરમાં પણ શિફ્ટ કરાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.