મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં ગુજરાતીઓનો પણ સારો એવો દબદબો જોવા મળી રહેશે. કારણ કે, આ વખતે બે ગુજરાતી ઉમેદવારો પણ મેદાનમાં છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે બે ગુજરાતીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેમાં એક છે મીહિર કોટેચા જેઓ મુલુંડ સીટ પરથી ભાજપની ટિકિટમાંથી લડી રહ્યા છે. જેઓ છેલ્લા 25 વર્ષથી મુંબઈમાં સક્રિય છે. મીહિર કોટેચાનો પરિવારનો સંબંધ મૂળ રાજકોટના જોડિયા સાથે છે. જો કે, મીહિર કોટેચાનો જન્મ મુંબઈના મુલુંડમાં જ થયો છે, અને વર્ષઓથી તેઓ ત્યાં જ સ્થાયી થયા છે.
બીજા એક ઉમેદવારની વાત કરીએ તો, ઘાટકોપર વિધાનસભામાંથી ભાજપે પરાગ શાહને યુવા ચહેરા તરીકે આગળ ધર્યો છે. આપને જણાવી દઈએ કે, 504 કરોડની તોતિંગ સંપતિના માલિક પરાગ શાહ હાલમાં પોતાની સંપતિને લઈ ખૂબ ચર્ચામાં આવ્યા હતા.
આ બંને ઉમેદવારો મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આવતી કાલે આ ચૂંટણીનું મતદાન છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.