જયપુર: ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.
ગુજરાત કોંગ્રેસના 37 ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં છે. ગુજરાત કોંગ્રેસના બાકી ધારાસભ્યોને પણ જયપુરમાં શિફ્ટ કરવાની સંભાવના છે. રાજસ્થાનના મુખ્ય દંડક મનોજ જોશી ગુજરાત કોંગ્રેસ પર નજર રાખી રહ્યાં છે.
-
""અપ-પ્રચારથી આઘા રેજો""
— Paresh Dhanani (@paresh_dhanani) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
હાલ કોંગ્રેસના એક પણ
ઈમાનદાર ધારાસભ્યશ્રીએ
રાજીનામું આપ્યું નથી...!
@રાજ્યસભાની રમખાણ.
">""અપ-પ્રચારથી આઘા રેજો""
— Paresh Dhanani (@paresh_dhanani) March 15, 2020
હાલ કોંગ્રેસના એક પણ
ઈમાનદાર ધારાસભ્યશ્રીએ
રાજીનામું આપ્યું નથી...!
@રાજ્યસભાની રમખાણ.""અપ-પ્રચારથી આઘા રેજો""
— Paresh Dhanani (@paresh_dhanani) March 15, 2020
હાલ કોંગ્રેસના એક પણ
ઈમાનદાર ધારાસભ્યશ્રીએ
રાજીનામું આપ્યું નથી...!
@રાજ્યસભાની રમખાણ.
ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો શનિવારે જયપુર પહોંચ્યા હતા, જ્યારે રવિવારે 23 ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવ્યાં છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત ધારાસભ્યો પર નજર રાખી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો વિમલ ચુડાસમા, બળદેવ ઠાકોર, સી.જે ચાવડા, હિંમત સિહ પટેલ શિવ વિલાસ રિસોર્ટની બહાર જોવા મળ્યા છે. આ ધારાસભ્યો જયપુરમાં ફરવા જઇ શકે છે.
-
“અસત્યથી આઘા રહેજો.”
— Bharat Pandya (@bharatpandyabjp) March 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ
રાજીનામા આપ્યાં..
- સ્પીકરશ્રી @trajendrabjp, વિધાનસભા, ગુજરાત@INCGujarat માં રમખાણ.. https://t.co/trEz3q4c46
">“અસત્યથી આઘા રહેજો.”
— Bharat Pandya (@bharatpandyabjp) March 16, 2020
કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ
રાજીનામા આપ્યાં..
- સ્પીકરશ્રી @trajendrabjp, વિધાનસભા, ગુજરાત@INCGujarat માં રમખાણ.. https://t.co/trEz3q4c46“અસત્યથી આઘા રહેજો.”
— Bharat Pandya (@bharatpandyabjp) March 16, 2020
કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ
રાજીનામા આપ્યાં..
- સ્પીકરશ્રી @trajendrabjp, વિધાનસભા, ગુજરાત@INCGujarat માં રમખાણ.. https://t.co/trEz3q4c46
લીમડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામા આપ્યું છે. આ 4 ધારાસભ્યોના રાજીનામા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી લીધા છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ પણ રાજીનામું આપ્યું છે, પરંતુ અધ્યક્ષે આ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. જેથી કોંગ્રસનું સંખ્યાબળ ઘટીને 73થી 69 થયું છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અપ-પ્રચારથી આઘા રેજો, કોંગ્રેસના એક પણ ધારાસભ્યે રાજીનામું આપ્યું નથી. જે બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ અસત્યથી આઘા રહેજો, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં.