બાયડ બેઠક-જસુભાઈ પટેલ
કોંગ્રેસે બાયડ બેઠક પર જસુભાઈ શિવુભાઈ પટેલને મેન્ડેટ આપ્યું છે. જસુભાઈ જિલ્લા પંચાયત સદસ્ય છે અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે. તેઓ સહકાર ક્ષેત્રે અગ્રણી નેતા છે. તેઓ સાબર ડેરીના ડિરેક્ટર છે. જસુભાઈ માલપુરના સ્થાનિક રહેવાસી છે. આ સીટ બાયડ-માલપુર સંયુક્ત છે.
અમરાઈવાડી બેઠક- ધર્મેન્દ્ર પટેલ
અમરાઈવાડી બેઠક પર ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટી સાંસદ સભ્ય બનતા બેઠક ખાલી પડી હતી. જેના પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.
લુણાવાડા બેઠક-ગુલાબસિંહ ચૌહાણ
કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ જાહેર થયા છે, લુણાવાડા વિધાનસભા બેઠકની તો આ બેઠક પર કુલ 357 મતદાન મથક પર 1 લાખ 38 હઝાર 020 પુરુષ મતદારો જ્યારે 1 લાખ 31 હઝાર 087 સ્ત્રી મતદારો થઇ કુલ 2 લાખ 69 હઝાર 107 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. લુણાવાડા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે ઓબીસી મતદારો 35 ટકા મતદારો જ્યારે તેના પછી બીજા નંબર પર 20 ટકા પાટીદાર મતદારો છે. લુણાવાડા વિધાનસભા બેઠક પર જાતિવાદ આધારિત બેઠક નથી. 2019માં રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપાના સાંસદ બનતા લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયતના સભ્ય છે. જે ભાજપામાંથી ચૂંટાયેલા છે અને ભાજપા છોડી કૉંગ્રેસમાં સામેલ થયા છે. મહીસાગર જિલ્લા પચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન હતા. બે દિવસ અગાઉ આરોગ્ય સમિતિમાંથી રાજીનામુ મૂક્યું છે અને વિરણીયાના રહેવાસી છે અને ઓબીસી ઉમેદવાર છે.
થરાદ બેઠક- ગુલાબસિંહ રાજપૂત
ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત પર વિશ્વાસ મુક્યો છે. ઉમેદવારના નામની જાહેરાત પહેલા રાજકીય સળવળાટ જોવા મળી રહ્યો છે. હવે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતના પૌત્ર અને યુથ કોંગ્રેસના અગ્રણી ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે.
ખેરાલુ બેઠક: બાબુજી ઠાકોર
ખેરાલુ બેઠક પર કોંગ્રેસ આખરે બાબુજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. બાબુજી ઠાકોર ઠાકોર સમાજના આગેવાન છે, ઉપરાંત અગાઉ તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ખેરાલુ બેઠક પર આમ પણ ઠાકોર સમાજનું પ્રભુત્ત્વ હોવાથી બંને મુખ્ય પાર્ટીઓએ ઠાકોર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. મહત્ત્વનું છે કે, ખેરાલુ બેઠકના પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી વિજેતા થતાં આ બેઠક ખાલી રહેતા ચૂંટણી પંચને આ બેઠક મતદાન કરાવાની ફરજ પડી હતી.