પ્રાપ્ત વિગતો મુજબ, આ બેઠકમાં રિયલ એસ્ટેટના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અહીં જાણવા જોગ છે કે, આ અગાઉ પણ વીડિયો કોન્ફરંસીગ દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ 3બી રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં વધારો કરી દીધો છે. GSTR-3B એક માસિક સંક્ષિપ્ત અહેવાલ રિટર્ન છે.
![dsf](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2539135_arunjetli.jpg)
સરકારે જાહેરાત કર્યા બાદ અરૂણ જેટલીએ જણાવ્યું કે, હાઉસિંગ અને લોટરીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીના કારણે સરકારે GSTમાં રાહત આપી છે. તો આ બાજુ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં યોગ્ય કિંમતના ઘરો પર 3 ટકા GST લગાવવાની વાત પર જોર આપ્યું છે. જે પહેલા 8 ટકા હતું. સમિતિના રિપોર્ટ પર રવિવારે બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.