વડાપ્રધાને તાલકટોરા સ્ટેડિયમમાં વેપારીના સંમેલનને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું કે, "અમે GSTની હેઠળ નોંધાયેલા બધા વેપારીઓ માટે 10 લાખ રૂપિયા અકસ્માત વીમો ઉપલબ્ધ કરાવીશું. " તેને કિસાન ક્રેડિટ કાર્ડની જેમ વેપારી માટે ક્રેડિટ કાર્ડ યોજનાની જાહેરાત કરી છે.
મોદીએ કહ્યું કે "અમે નોંધાયેલા વેપારી માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની જેમ જ વ્યાપારી ક્રેડિટ કાર્ડ યોજના લાવીશું."
મોદીએ વેપારીઓને કહ્યું કે, તેઓએ ગત પાંચ વર્ષમાં વેપારીઓના જીવનને સરળ બનાવવાની કોશિશ કરી છે. GST આવ્યા બાદ નોંધાયેલા વેપારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. મોદીએ કહ્યું કે તમે લોકોની સેવા કરો છો. હું બધા વેપારીઓના મેહનતથી પ્રભાવિત છું."
વધુમાં કહ્યું કે, વેપારીઓ સાચા અર્થમાં હવામાન વૈજ્ઞાનિકો હોય છે, જે આગળનું વિચારતા હોય છે અને આવનાર દિવસોમાં શું થવાનું છે તેનો અંદાજો પહેલા જ લગાવી લેતા હોય છે. કોંગ્રેસની સરકારમાં એવી સમજ બની ગઈ છે કે, જે પણ ખોટું થઈ રહ્યું છે તેના માટે વેપારી જવાબદાર છે. કોંગ્રેસના કાળા બજારીઓને કારણે મોંધવારી વધી છે.