ETV Bharat / bharat

ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે યોજાનારી પૂરક પરીક્ષા મુલતવી રાખવામાં આવી - e learning story

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં અનુત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખી દેવામાં આવી છે. પહેલા ફક્ત એક વિષયમાં અનુત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયકાત ધરાવતા હતા, હવે એકથી વધુ વિષયોમાં અનુત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. જેને લીધે આવા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકશે.

ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે યોજાનાર પૂરક પરીક્ષા મુલતવી રાખવામાં આવી

author img

By

Published : Aug 17, 2020, 5:10 PM IST

ન્યૂઝ ડેસ્ક: સત્તાવાર જાહેરાત પ્રમાણે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પહેલા 23 ઓગસ્ટે યોજાનારી હતી. જે હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે ગુજરાત બોર્ડ દ્વારા ધો-10 તેમજ ધો-12 વિજ્ઞાન પ્રવાહ માટે આ પ્રકારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધો-10 માટે 25 ઓગસ્ટ તેમજ ધો- 12 વિજ્ઞાન પ્રવાહ માટે આ પરીક્ષા 28 ઓગસ્ટે લેવાશે.

ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાને લગતી તમામ કાર્યવાહી ફરીવાર શરુ કરવામાં આવશે. બે કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ પહેલા આ પરીક્ષા માટે લાયક ન હતા. પરંતુ હવે આ માપદંડમાં ફેરફાર કરવામાં આવતા તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે. આ માટેની અરજી પ્રક્રિયાની બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલનો સંપર્ક સાધી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.