શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પ્રતાપ લાલ ચોક પર ગ્રેનેડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPFના બે જવાન સહિત 3 સ્થાનિકો ઘાયલ થયા છે, ત્યારે આગાઉ પણ આ પ્રકારની ઘટના બની ગઇ છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPF કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલો પુલવામાના નેવા ગામ ખાતે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ ન હતા, પરંતુ આતંકી હુમલા પગલે સુરક્ષા દળે સમગ્ર વિસ્તારમાં ભારે નાકાબંધી કરી હતી અને આતંકીઓને તપાસ આદરી હતી.