નવી દિલ્હી: શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક પેકેજના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણને નિયંત્રિત કરવા અને સ્ટોક મર્યાદા કોઈ પણ ઉત્પાદન પર લાગુ ન થવા અંગે જણાવ્યું હતું.
સરકારે અનાજ, ખાદ્યતેલો, તેલીબિયાં, કઠોળ, બટાટા અને ડુંગળી જેવી કૃષિ પેદાશોને 'નિયંત્રિત' કરવાનો નિર્ણય લીધો છે. જેની માટે સરકાર સાડા છ દાયકા જૂના એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ (ઇસીએ) માં સુધારો કરવા જઈ રહી છે.
શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક પેકેજના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. જેમાં સુધારાના ભાગરૂપે ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણને નિયંત્રિત કરવામાં આવશે, સ્ટોક મર્યાદા કોઈ પણ ઉત્પાદન પર લાગુ થશે નહીં. દુકાળ જેવા અસાધારણ સંજોગોમાં આ ઉત્પાદનો પર સ્ટોક અથવા સ્ટોરેજ મર્યાદા લાદવામાં આવી શકે છે.
કોવિડ -19 રોગચાળા વચ્ચે સરકારે અર્થતંત્રને જીવંત બનાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. સમાન રાહત પેકેજના ત્રીજા હપતાની ઘોષણા કરતા સીતારામણે કહ્યું હતું કે, પ્રોસેસર્સ અને વેલ્યુ ચેઇન ભાગીદારો માટે પણ સ્ટોક મર્યાદા લાગુ પડશે નહીં. તેમણે મત્સ્યોદ્યોગ, ડેરી વિકાસ, ઔષધીય વનસ્પતિ ઉછેર અને પશુ રસીકરણ માટે નવા ભંડોળની પણ જાહેરાત કરી છે. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, ડેરી પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન, ઢોર ચારો ક્ષેત્રમાં રોકાણને ટેકો આપવા માટે રૂ. 15,000 કરોડ પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવામાં આવશે.
સીતારમણે જણાવ્યું હતું કે, બધાં ઢોરોને રસીકરણ માટે રૂપિયા 13,343 કરોડની જોગવાઈ કરવામાં આવશે. તેમણે વડાપ્રધાન મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) હેઠળ માછીમારોને 10,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હર્બલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ઔષધીય પ્લાન્ટ ફંડ 4,000 કરોડમાં જાહેર કરાયું છે. આવી તંદુરસ્ત ઔષધિઓના વાવેતર હેઠળ 10 લાખ હેક્ટર વિસ્તાર લાવવાનું લક્ષ્ય છે.