ETV Bharat / bharat

સરકારે સોના-ચાંદીના ઘરેણા માટે રિફન્ડ પરતના ટકામાં વધારો કર્યો - સોના-ચાંદીના ઘરેણા

નવી દિલ્હીઃ સરકારએ સોના અને ચાંદીના ઝવેરાતો માટે રિફન્ડની ટકાવારી વધારી દીધી છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલી એક નોટિસમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

સોના-ચાંદીના ઘરેણા
author img

By

Published : Nov 19, 2019, 9:13 AM IST

Updated : Nov 19, 2019, 9:23 AM IST

સરકારે સોના અને ચાંદીના ઘરેણા પર લેવામાં આવતો ટેક્સ પરત કરવાની ટકાવારી વધારી છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરેલી એક નોટિસમાં આ અંગેની જાણકારી આપી છે. સરકારના આ પગલાથી સોના અને ચાંદીના ઘરેણાઓના નિકાસને વિશ્વના બજારોમાં વધારે હરિફાઇમાં જોડશે.

સોનાના ધરેણાઓ માટે રિફન્ડ વધારીને 372.9 રૂપિયા પ્રતિ ગ્રામ અને ચાંદીના ઘરેણાઓ માટે 4332.2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યા છે. આ પહેલા આ રિફન્ડ 272 રૂપિયા પ્રતિ ગ્રામ અને 3254 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

મહત્વનું છે કે, નવા ભાવ 16 નવેમ્બરથી લાગુ કરવામાં આવી ચુક્યા છે. રત્ન અને ઘરેણાઓ નિકાસ સંવર્ધન પરિષદના અધિકારીએ જણાવ્યું કે, બજેટમાં સોનાની આયાત પર દર 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો છે.

નિકાસકારો આ નિર્ણય બાદ રિફન્ટની ટકાવારીમાં વધારો કરવાની માગણી કરી રહ્યા હતા. આ અંગે અધિકારીએ કહ્યું કે, ભાવ વધારવાના સરકારના આ નિર્ણયથી સોના અને ચાંદીના ધરેણાઓમાં હરિફાઇમાં મદદ મળશે.

Last Updated : Nov 19, 2019, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.