ETV Bharat / bharat

સ્પષ્ટ વાત: સરકારે ખાતાવહીમાં સંરક્ષણ માટે નાણાંની કોઈ જ વાત કરી નથી

એક વાત ખૂબ જ સ્પષ્ટ છે. જ્યાં સુધી ખાતાવહી ૨૦૨૦-૨૧નો પ્રશ્ન છે, સરકારે તેના વચન પ્રમાણે કામ કર્યું નથી. સેના માટે કોઈ નાણાં ફાળવ્યાં નથી.

સાફ વાત: સરકારે ખાતાવહીમાં સંરક્ષણ માટે નાણાંની વાત જ ન કરી

author img

By

Published : Feb 2, 2020, 1:22 PM IST

આપણે એક વર્ષ પાછળ જઈએ. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ની સવારે પાકિસ્તાનના આકાશ પર ભારતીય વાયુ સેનાના મિગ ૨૧ લડાકુ વિમાને ચમક બતાવી અને ધૂમાડાની રેખાઓ ખેંચી અને પછી તે તૂટી પડ્યું. જોકે તેમાંથી પાઇલૉટ બહાર નીકળી ગયો. આ કામ પાકિસ્તાનના વાયુ સેનાના એફ-૧૬ લડાકુ વિમાને કર્યું હતું. આ બરાબરીની મેચ નહોતી. તેમાં ટૅક્નૉલૉજી છવાયેલી હતી. અમેરિકાની બનાવટનાં એફ-૧૬ અને રશિયાની બનાવટના જૂનાં મિગ-૨૧ વચ્ચે કોઈ સરખામણી જ ન થઈ શકે.

તે પછી આપણા ઘરડાં થઈ રહેલા અને અપૂરતા લડાકુ વિમાનોની શ્રૃંખલા અંગે કટુ સ્વરોમાં ટીકા થવા લાગી. પરંતુ શનિવારે, એક વર્ષ પછી આ વાતોને યાદ કરવાનો દેખીતી રીતે કોઈ અર્થ નહોતો. ઉલટાનું, નવાં ઉડતાં યંત્રો અને શસ્ત્ર મંચો, જે તેને ગયા વર્ષે મળ્યાં હતાં તેને ખરીદવા માટે જરૂરી નાણાં અથવા મૂડીની પ્રાપ્તિ માટે વાયુ સેનાને ઓછાં નાણાં મળ્યાં. આ વર્ષે રૂ. ૪૩,૨૮૦ કરોડમાં વાયુ સેનાને ગયા વર્ષના પુનર્વિચારિત અંદાજ કરતાં રૂ. ૧,૫૮૮ કરોડ ઓછા મળ્યા.

વાત ત્યાં અટકતી નથી. ભારતીય વાયુ સેનાની પાસે માત્ર ૩૧ સ્ક્વૉડ્રન જ છે. બે મોરચાવાળા યુદ્ધની સ્થિતિમાં (પશ્ચિમી, ઉત્તરીય અને પૂર્વીય સરહદે કુલ પરિનિયોજન) માટે જરૂરી લઘુતમ લડાકુ વિમાન સ્ક્વૉડ્રનની સંખ્યા ૪૩ છે.
ખાતાવહી ૨૦૨૦-૨૧ પર પાછા ફરીએ તો વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૩.૧૮ લાખ કરોડ (વર્ષ ૨૦૧૮-૧૯માં તે રૂ. ૨.૯૫ લાખ કરોડ હતી)ની ખાતાવહી જોગવાઈમાંથી નાણા પ્રધાને શનિવારે સંરક્ષણ દળો માટે રૂ. ૩.૩૭ લાખ કરોડ (સંરક્ષણ ખાતાવહીમાં ૫.૯૭ ટકાનો વધારો) જ એક બાજુએ મૂક્યા. સંરક્ષણ દળો અત્યારે આધુનિકરણ અને પ્રાપ્તિ સહિત અનેક મોરચે લડી રહ્યાં છે જેમાં યુદ્ધખોર પાકિસ્તાન અને ચીનની સેના તો છે જ. ચીન તો તેનાં દળોનું આધુનિકરણ ખતરનાક ઝડપે કરી રહ્યું છે.

નવી શસ્ત્ર પ્રણાલિઓ અને મંચો ખરીદવા અથવા મૂડી પ્રાપ્તિ માટે ખાતાવહી ૨૦૨૦માં ભંડોળ રૂ. ૧૦,૦૦૦ કરોડ કરતાં થોડું વધારે છે-જ્યારે ભૂમિ દળને ફ્યુચર ઇન્ફ્રન્ટ્રી કૉમ્બેટ વિહિકલ્સ (એફઆઈસીવી) અને વધુ હૉવિત્ઝરની જરૂર હોય, વાયુ સેનાને લડાકુ વિમાનોની જરૂર હોય, નૌ સેનાને વધુ અનેક સબમરીનો, સુરંગભેદી જહાજ અને હેલિકૉપ્ટરોની જરૂર હોય, વધુ રડાર અને સંદેશાવ્યવહારની પ્રણાલિઓ વગેરેની તીવ્ર જરૂરિયાત હોય ત્યારે આ આંકડો ખૂબ જ નાનો છે.

સ્વાભાવિક છે કે જરૂરિયાતોની યાદી અંતહીન છે, પરંતુ હૃદય જીતી લે તેવા સંકેતો તો મોકલી શકાયા હોત. આ આશય, દેખીતી રીતે જ અદૃશ્ય હતો. ડિફેન્સ સ્પેસ એજન્સી (ડીએસએ) અને ડિફેન્સ સાઇબર એજન્સી (ડીસીએ) જેવી નવી બનાવાયેલી સંસ્થાઓ માટે ભંડોળનો અભાવ શરૂઆતમાં જ તકલીફો સર્જી શકે છે. આ સંસ્થાઓ અત્યાધુનિક વ્યૂહાત્મક ટૅક્નૉલૉજીની આશા રાખી રહી હશે. તેમાં સેના સંશોધન અને વિકાસનો પણ સમાવેશ થાય છે. તો અત્યાર પૂરતું, સ્ટીલ્થ શસ્ત્રો, ડ્રૉન, સ્વાર્મ, હાઇપરસૉનિક વેપન, ઇલેક્ટ્રૉમેગ્નેટિક વેપન, રેલ ગન, વગેરે પહોંચની બહાર લાગે છે. જોકે આ હથિયારો ભવિષ્યનાં છે અને જે દેશ વર્ષ ૨૦૨૫ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર (અથવા ૫ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર) બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હોય તેને આ શસ્ત્રોની ઉપેક્ષા કરવાનું પોસાય નહીં, પરંતુ સરકારને ન્યાય કરવા માટે કહેવું જોઈએ કે ખરાબ આર્થિક પરિદૃશ્યની પૃષ્ઠભૂમિમાં વધુ અને સારાં હથિયારોની જરૂરિયાતને સંતુલિત કરવાનું કામ તંગ દોરડા પર ચાલવા જેવું કામ રહ્યું હશે.

આથી, અત્યાર પૂરતું, સંરક્ષણ મંત્રાલય પાસે આર્થિક ડહાપણના ત્રણ સદાબહાર મંત્રોને માનવા સિવાય ઓછા વિકલ્પો છે – ક્ષમતા સુધારો, જેટલાં નાણાં છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે થઈ શકે, સ્વનિર્ભરતાને ઉત્તેજન આપો અને સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપો.

લેખકઃ સંજીબ કુમાર બરુઆ

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.