ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ આતંકવાદી હુમલા અને તેને સરહદ પારથી મળેલા સમર્થનની નિંદા કરતા એક ઠરાવ પસાર કર્યો હતો. પ્રસ્તવામાં પાકિસ્તાનનુ નામ નથી લેવામાં આવ્યું, પરંતુ એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે, ભારતીય સીમા પારથી આતંકવાદી ખતરાનો સામનો કરી રહ્યું છે. જેમાં હાલ જ પાડોશી દેશના દળો દ્વારા ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે આ ચુનોતી સાથે લડવા માટે નિષ્ઠા બતાવી છે. આ પડકારોનો સામનો લડવા માટે આખો દેશ સંકલ્પ વ્યક્ત કરવા માટે એક સ્વર છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ઉપરાંત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હમલાની નિંદા કરવામાં આવી હતી. જેમાં CRPFના 40 જવાનો શહિદ થયા હતા. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, આ વિકટ સમયે અમે શહીદોના પરિવાર સાથે છીએ. છેલ્લા 3 દાયકાઓથી ભારત સીમાપારના આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે. આ લડાઈમાં આખો દેશ એકજૂથ થઈને ઉભા રહેશે.