ETV Bharat / bharat

બિઝનેસ-2019: આર્થિક મોરચે સરકારની થઈ 'અગ્નિ પરીક્ષા' - Economy of India

હૈદરાબાદ: વર્ષ 2019 સમાપ્ત થયું છે. આ વર્ષ રાજકારણથી લઈને બીજા અનેક ક્ષેત્રોમાં ઐતિહાસિક રહ્યું હતું. પરંતુ અર્થવ્યવસ્થા માટે વિતેલું વર્ષ ખરાબ રહ્યું છે. લોકસભા ચૂંટણીને કારણે ગત વર્ષે બે વખત બજેટ રજૂ કરાયું હતું.

Indian Economy
ભારતીય અર્થવ્યવસ્થા
author img

By

Published : Jan 5, 2020, 4:39 PM IST

ભારતની અર્થવ્યવસ્થાએ વેપાર યુદ્ધ અને સામાન્ય ચૂંટણીના સંભવિત પરિણામ સાથે વર્ષની શરુઆત કરી હતી. પરંતુ વર્ષ પુરૂં થતા સુધીમાં દેશની ધીમી પડેલી અર્થવ્યવસ્થાને કારણે ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહેવાને કારણે કેન્દ્ર સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ વેપારમાં પણ સંતુલન રહ્યું હતું. જેના લીધે રુપિયાની કિંમતમાં થતો ઘટાડો અટક્યો હતો. આ વર્ષે સરકારે નવી કંપનીઓને 15 ટકાના દરે ટેક્સમાં છૂટ અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 1.5 લાખ રૂપિયાની વધારાની ટેક્સમાં છૂટ જેવા પગલા દ્વારા અર્થતંત્રને ઝડપી બનાવવા માટે સખત મહેનત કરી હતી.

  • બેન્કિંગની સમસ્યાઓ યથાવત રહી

આ વર્ષે બેન્કિંગ સેક્ટર સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું. જાહેર ક્ષેત્રની બેન્કોના વધુ સારા મૂડીકરણ હોવા છતાં સરકાર દ્વારા મે-2019ની ચૂંટણી પછી તાજેતરમાં રૂપિયા 70 હજાર કરોડની પુન: મૂડી રોકાણની ઘોષણા કરવામાં આવી હતી.

જોકે, વર્ષના અંત સુધીમાં પબ્લિક સેક્ટર બેન્કોના NPAમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ઘટાડો થવો શક્ય હતો કારણ કે, પબ્લિક સેક્ટર બેન્કો ધિરાણ આપવામાં ખૂબ સાવધ હતા અથવા ધિરાણ આપવા તૈયાર ન હતા. PSBના NPAમાં 11.2 ટકાથી 9.1 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો હતો.

સરકારોએ બેન્કિંગ ક્ષેત્રના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવાની ખૂબ જરૂર છે. જો કે, બેન્કો હાલમાં સલામત છે, પરંતુ તેમને સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે.

  • NBFC સંકટ

NBFC કટોકટીને વર્ષના વધતા જતા આર્થિક સંકટ માટે યાદ કરવામાં આવશે. NBFC લોનનો લગભગ 40 ટકા હિસ્સો ઓટોમોબાઈલ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલો છે. માર્ચ 2018ના અંત સુધીમાં NBFC લોન 30.85 લાખ કરોડ હતી. માર્ચ 2019ના અંતમાં આ આંકડો 32.57 લાખ કરોડ પર પહોંચી ગયો.

આ વર્ષે ઈનસોલ્વન્સી બેંકરપ્સી કોડ, આર્બિટ્રેશન એક્ટ અને ઔદ્યોગિક સંબંધ કોડના રૂપમાં વિવિધ કાયદાઓ પસાર થવા એ આ વર્ષેનું એક મુખ્ય પગલું હતું. વર્ષ દરમિયાન ટેલિકોમ ક્ષેત્રમાં ઘણી ઉથલપાથલ જોવા મળી હતી. સેક્ટર અને સરકારની માગણીઓ વચ્ચે સ્પર્ધાને કારણે આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં દેવું થયું હતું. એમાં કોઈ શંકા નથી કે, દેશમાં ટેલિકોમ ક્રાંતિથી ગ્રાહકોને ફાયદો થયો છે. એડજેસ્ટેડ ગ્રોસ ઈન્કમ રૂપિયા 92 હજાર કરોડની ચુકવણી અંગે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ટેલિકોમ ક્ષેત્ર નાદાર થવાની સ્થિતિમાં પહોંચી ગયું છે.

  • હવે આગળનો રસ્તો શું?

જો મંદી આ જ રીતે ચાલુ રહેશે તો આગળ જતાં તે વધુ વિકરાળ રૂપ લઈ શકે છે. મંદીના કારણે GST કલેક્શનમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે GSTના દરોમાં વધારો કરવા રાજ્યોના દબાણમાં આવવું જોઈએ નહીં. કારણ કે, તેનાથી સ્થિતિ વધુ બગડી શકે છે. તેના બદલે કેન્દ્ર સરકારે રાજ્યોને એકીકૃત કરવા અને તેમની નકામી સબસિડી ઘટાડવા કહેવું જોઈએ. જે મતબેંકના રાજકારણ સિવાય બીજું કંઈ નથી.

ભારતે વૈકલ્પિક મોડલ વિશે વિચારવાની અને વિકાસના નવા મોડલ સાથે આવવાની જરૂર છે. જેથી તે વિકાસમાં અવરોધ રૂપ પડકારોનો સામનો કરી શકે. ઐતિહાસિક રીતે ભારતમાં એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે, આર્થિક વિકાસના દરેક નવા તબક્કામાં વિકાસ માટે નવા ઉદ્યોગો જરૂરી છે.

  • કેન્દ્ર સરકારે નીચેના મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ

1. કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે આ સમય કુશળતાપૂર્વક અને સમજદારીથી ખર્ચ કરવાનો છે. કેન્દ્ર સરકાર દર મહિને આશરે 1 લાખ કરોડ રૂપિયાના દરે ધિરાણ લઈ રહી છે. જ્યારે તમામ રાજ્યો દર મહિને આશરે 50 હજાર કરોડ રૂપિયાના દરે ધિરાણ લઈ રહ્યા છે.

2. સરકારોએ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે, મોટાભાગની લોન જાહેર સંસ્થાઓ જેવી કે બેંક, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરેની માલિકીની છે. કુલ સરકારી ધિરાણના આશરે 10 ટકા માત્ર વિદેશી લોકો અથવા વ્યક્તિઓના માલિકીનું છે. આમ જો કંઈ ખોટું થાય છે તો, વિશેષ કરીને મધ્યમ વર્ગ સૌથી વધુ પ્રભાવિત થશે.

3. હવે સમય આવી ગયો છે કે, સબસિડી પર મોટા પ્રમાણમાં ઉધાર લેવામાં આવેલા નાણાં ખર્ચ કરવાથી બચવું જોઈએ. જે ઉત્પાદકતા અથવા આર્થિક વિકાસમાં વધારો કરે છે. સરકાર માટે જ બધું કરવું અને બધું મફત આપવું તે અશક્ય છે.

4. મોટર વાહન ઉદ્યોગ માટે ઈલેક્ટ્રિક વાહન સિસ્ટમને પ્રોત્સાહન આપવું પડશે, જેને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ખર્ચ દ્વારા ટેકો આપવામાં આવશે.

5. સરકારે એક અથવા બે વર્ષ માટે સબસિડી પરના ખર્ચને કાબૂમાં કરવો પડશે અથવા નોંધપાત્ર ઘટાડો કરવો પડશે. અને સાચવેલા નાણાંનો ઉપયોગ વધુ સારી જગ્યાએ કરવો પડશે. બેંકોની બધી બિન-પરફોર્મિંગ એસેટ્સને પાછી લાવવી અને બેન્કોના સંચાલનની રીતમાં ધરખમ ફેરફાર કરવા પડશે. જેથી અર્થતંત્ર શક્ય તેટલી ઝડપથી પુન: સ્થાપિત થઈ શકે. જોકે, આવા નાના સુધારા માટે મોટા પ્રમાણમાં રાજકીય ઇચ્છાશક્તિની જરૂર રહેશે.

6. એક મહત્વપૂર્ણ ક્ષેત્ર જેને ટેકાની જરૂર છે તે છે ડેલિકોમ ક્ષેત્ર. સરકારે 5-G જેવી ભવિષ્યની ટેકનોલોજીની જરૂરિયાતોમાં તેના રોકાણ માટે સબસિડી આપવી જોઈએ. આનાથી ભારતીય ઉદ્યોગો સ્પર્ધાત્મક બનશે અને લાંબા ગાળે વધુ ઉત્પાદક બનશે.

7. મુદ્રા લોન, માઈક્રો ફાઇનાન્સ લોન વગેરે જેવી યોજનાઓ પર નાણાં રોકવાનું ટાળવું જોઈએ અને તેના બદલે ભવિષ્યની ટેકનોલોજીની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

(લેખક - ડો. એસ. અનંત, આર્થિક નિષ્ણાત)

Intro:Body:

done

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.