સૈન ફ્રાન્સિસ્કો: ગૂગલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વૈશ્વિક કોવિડ-19 મેપ લોન્ચ કર્યો છે, જેની મદદથી પત્રકારો તેમની સાઇટ પર રોગચાળા સંબંધિત નવીનતમ માહિતી વાચકો માટે રજૂ કરી શકે છે. આ કોરોના વાઇરસથી સંબંધિત અન્ય મેપ જેવું નથી. આ નવા કોવિડ-19 ગ્લોબલ કેસ મેપમાં પત્રકારો તેમના વિસ્તારનો મેપ અથવા તો રાષ્ટ્રીય કેસના મેપને જોડી શકશે.
ગૂગલ ન્યૂઝ લેબના ડેટા એડિટર સિમોન રોજેર્સે જણાવ્યું કે, "છેલ્લા 14 દિવસમાં 100,000 લોકો દીઠ કેસની સંખ્યા અને તેની ગંભીરતા જોવા મળશે. દરેક ક્ષેત્રના લોકોની સંખ્યા અનુસાર રોગચાળાની ગંભીરતાને બતાવશે. જેનાથી વિશ્વમાં તમે કોઇ પણ જગ્યાએ રહીને બીજી જગ્યાથી સરખામણી કરી શકશો."
ટીમે આ વર્ષના શરૂઆતમાં મેપના યુ.એસ. સંસ્કરણને લોન્ચ કર્યો છે. નવા સંસ્કરણમાં યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વના 176 દેશોના ડેટા તેમજ 18 દેશો માટે વધારાના રાજ્ય અને પ્રાદેશિક ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમે તેમાં ગૂગલ ટ્રાન્સલેશનનોપણ ઉપયોગ કર્યો છે, જેથી આ આંકડાઓ 80થી વધુ ભાષાઓમાં જોઈ શકાશે. રોજર્સે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, "તેમાં દેશ-સ્તરના ડેટા ઉમેરવા માટે આગળની કામગીરી ચાલી રહી છે અને વિશ્વભરના પત્રકારો તેનો ઉપયોગ કરી શકશે."