મુંબઈથી ગોરખપુર જતી અવધ એક્સપ્રેસ ટ્રેન ઉત્તરપ્રદેશના ગોંડા સ્ટેશન પાસે પહોંચવાની તૈયારી હતી. તે પૂર્વે ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ગર્ભવતી મહિલાને અચાનક પ્રસુતિની પિડા શરુ થઈ હતી. ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા મહિલાને વધારે દુ:ખાવો થયો હતો. તે દરમિયાન રેલવે પ્રોટક્શન ફોર્સને અન્ય મુસાફરોએ જાણ કરી હતી.
આરપીએફના અધિકારી પ્રવીણ કુમારે આ અંગે જણાવ્યુ હતું કે, ટ્રેન નં 19039 અવધ એક્સપ્રેસમાં ગર્ભવતી મહિલાને પેટમાં દુખવાનું શરુ થયુ હતું. અન્ય કોઈ મેડિકલ સુવિધા ચાલતી ટ્રેનમાં પહોંચાડાઈ તેવી શક્યતા નહિવત હતી. જેથી આરપીએફે ચાલુ ટ્રેનમાં જ મહિલાની ડીલીવરી કરાવવાનું નક્કી કર્યુ. આરપીએફના સુરક્ષાકર્મીઓની ઉપસ્થિતિ અને અન્ય મહિલા મુસાફરોની મદદથી પ્રસુતિ કરાવાઈ હતી. ચાલતી ટ્રેનમાં મહિલાને ગર્ભજન્મ થતાં કુતુહુલ સર્જાયુ હતું. તેમજ ખુશીની લહેરી ફરી વળી હતી.