કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગૃહપ્રધાન અમિત શાહની રેલીમાં સામેલ થનારા લોકો દ્વારા વિવાદીત સુત્રોચ્ચાર મામલે પોલીસે ત્રણ ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. સુત્રોચ્ચાર લગાવવાના આરોપસર ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી પંકજ પ્રસાદ, ધ્રુવ બસુ અને સુરેન્દ્ર ત્રિવેદીના નામ સામે આવ્યાં છે.
તમને જણાવી દઇએ કે, રવિવારે અમિત શાહ કોલકાતા પહોચ્યાં હતાં. કોલકાતામાં રેલીને સંબોધન કર્યુ હતું. આરોપ મુજબ રેલી દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ ભાજપના ઝંડા હાથમાં લઇ ગોળી મારો... જેવા વિવાદીત સુત્રોચ્ચાર કર્યા હતાં, ત્યારબાદ કેસ દાખલ કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.