નવી દિલ્હીઃ કસ્ટમ અધિકારીઓના જણાવ્યા મુજબ આ યાત્રીઓ સાઉદી અરેબિયાના રિયાધથી દિલ્હી આવ્યા હતા. આ બન્નેને જોતા જ કસ્ટમ અધિકારીઓને તેમની પર શંકા થઇ હતી અને તેમની સઘન પૂછપરછ તેમજ સામાન ચેક કરવામાં આવતા 466 ગ્રામ વજનના સોનાના ચાર બિસ્કીટ મળી આવ્યા હતા.
આ સોનાની કુલ કિંમત 26 લાખ રૂપિયા જેટલી છે. કસ્ટમ એક્ટ 110 હેઠળ તેને જપ્ત કરી લેવામાં આવ્યું છે. તેમજ સેક્શન 104 હેઠળ બંને યાત્રીઓને ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
હાલ કસ્ટમ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.