કોચી : કેરળમાં સોનાની તસ્કરી મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ સોના તસ્કરી મામલે સસ્પેન્ડ આઈએએસ ઓફિસર અને મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના પૂર્વ પ્રધાન સચિવ એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી હતી. તસ્કરી મામલે પૈસાની લેવડ-દેવડની તપાસ કરી રહેલી ઈડીએ કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયનના પ્રધાન સચિવ રહેલા શિવશંકરની 6 કલાક પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. આ પહેલા શિવશંકરના આગોતરા જામીન અરજી રદ્દ કર્યા બાદ બુધવારે ઈડીએ તેમની ધરપકડ કરી હતી.
કોર્ટે રદ્દ કરી હતી શિવશંકરની આગોતરા જામીનની અરજી
આપને જણાવી દઈએ કે, ઈડી અધિકારીઓની એક ટીમ આર્યુર્વેદ હોસ્પિટલ પહોંચી હતી. કેરળના મુખ્યપ્રધાનના પૂર્વ પ્રધાન સચિવની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શિવશંકરને કારમાં અર્ણાકુલમમાં લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા શિવશંકરની 2 આગોતરા જામીનની અરજી બુધવારના રોજ રદ્દ કરવામાં આવી હતી. ઈડી અને સરહદ ટેક્સ વિભાગ આ મામલે તપાસ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સરહદ ટેક્સ વિભાગે ગત્ત જુલાઈના 15 કરોડ રુપિયાની રકમનું 30 કિલો સોનું જપ્ત કર્યું હતુ. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), સરહદ ટેક્સ વિભાગ અને ઈડી સહિત કેન્દ્રિય એજન્સી આ મામલે અલગ-અલગ તપાસ કરી રહી છે.
વાણિજન્ય દૂતાવાસના એક અધિકારીના નામનો ઉપયોગ
એનઆઈએ આ મામલે ગેરકાયદેસર ગતિવિધીને રોકવાના કાયદા હેઠળ સુરેશ, સરિત પીએસ, સંદીપ નાયર અને ફૈઝલ ફરીદ સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સુરેશ અને સરિત સંયુક્ત અરબ અમીરાતના વાણિજન્ય દુતાવાસના પૂર્વ કર્મચારી છે. સંયુક્ત અરબ અમારાતના તિરુવનંતપુરમ સ્થિત વાણિજન્ય દૂતાવાસના એક અધિકારીના નામનો ઉપયોગ કરી સોનાની તસ્કરીથી સાથે જોડાયેલ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિથલાએ વિજયનના રાજીનામાની માંગ
કેરળમાં વિપક્ષી દળોએ શિવશંકરને ઈડી દ્વારા ધરપકડ કર્યા બાદ મુખ્યપ્રધાન પિનારાઈ વિજયન પર પદ છોડવાનો દબાવ વધ્યો છે. હવે શિવશંકરની ધરપકડ બાદ મુખ્યપ્રધાન વિજયન પર વધુ હુમલો થવાની એંધાણ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિથલાએ વિજયનના રાજીનામાની માંગ કરતા કહ્યું કે, શિવશંકરને હવે યોગ્ય ઠરાવ્યા વગર મુખ્યપ્રધાન પદ્દ પરથી દુર થવું જોઈએ, તેમણે કહ્યું કે, મુ્ખ્યપ્રધાન કાર્યાલયને સોનાની તસ્કરી મામલે આરોપીઓને બચાવવા માટે બધા જ પગલા ભરશે.
આ પણ વાંચો :
કેરળમાં સોના તસ્કરી મામલે CMOના પૂર્વ પ્રમુખ સચિવ એમ.શિવશંકરની ધરપકડ
ગોલ્ડ સ્મગલિંગ કેસમાં BJPએ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી
NIA દ્વારા કેરળ ગોલ્ડ સ્કેન્ડલ કેસની તપાસ શરૂ, આરોપીઓ સામે FIR નોંધાઈ