પણજી: ગોવાના સીએમ ડો.પ્રમોદ સાવંતે કોવિડ-19 થી સંક્રમિત થયા છે. તેમણે આ જાણકારી ટ્વીટના માધ્યમથી આપી હતી. મુખ્યપ્રધાન સાવંતે જણાવ્યું કે, હું આપ સૌને જણાવવા માગું છું કે, મેં કોવિડ-19 નું પરિક્ષણ કરાવ્યું છે. જેમાં હું પોઝિટિવ આવ્યો છું. હાલ હું આઇસોલેશનમાં છું. હું ઘરેથી કામ કરીને મારી ફરજો નિભાવીશ.
તેમણે લોકોને અપીલ કરી છે કે, છેલ્લા દિવસોમાં જે કોઇ વ્યકિત તેમના સંપર્કમાં આવ્યા છે તે પોતાની તપાસ કરાવે અને કોવિડના નિયમોનું પાલન કરે.