હૈદરાબાદ: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આ વાઈરસથી 24,071 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, હજુ પણ 5,31,799 લોકો આ વાઇરસથી પ્રભાવિત છે.
યુરોપમાં કંપનીઓ 2009 પછીના સૌથી ઝડપી ગતિએ કામદારોને છૂટા કરી રહી છે, તેમ બિઝનેસ મેનેજરોના સર્વેક્ષણ મુજબ છે અને યુ.એસમાં પણ નોકરીઓ ઘટી રહી છે. ગયા અઠવાડિયે બેરોજગારી યાદીમાં નામ નોંધવવા અરજી કરનારા અમેરિકનોની સંખ્યા જુના રેકોર્ડથી લગભગ પાંચ ગણી વધારે છે.
કોરોના વાઇરસ (COVID-19)ને કારણે 5,31,799 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ઇટાલીમાં આ જીવલેણ વાઇરસને કારણે સૌથી વધુ 8,215 લોકોના મોત થયાં છે. આ સિવાય સ્પેનમાં 4,365 લોકોનાં મોત થયાં છે. ચીનમાં મૃતકોની સંખ્યા વધીને 3,287 થઈ ગઈ છે.
વિશ્વના કોવિડ-19 વાઇરસની સમગ્ર વિશ્વના 199 દેશોને અસર થઈ છે. જો કે, કોરોના વાઇરસથી સંક્રમિત 1,07,000 લોકો સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત બન્યા છે. જે સામાન્ય જીવન જીવી રહ્યાં છે.