નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ સોમવારે રાત્રે અચાનક એક ટ્વિટ કરી સોશિયલ મીડિયાને લઈ ધડાકો કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને શીખામણ આપતા કહ્યું કે, નફરતને છોડો, સોશિયલ મીડિયા નહીં.
વડાપ્રધાને એક ટ્વિટમાં કહ્યું કે, આ રવિવારનાં ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને છોડવાનું વિચારી રહ્યો છું. વડાપ્રધાનના આ ટવીટને રીટ્વીટ કરતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ‘આદરણીય વડાપ્રધાન, હું તમને વિનંતી કરું છું કે તમે એવા ટ્રોલ્સની ફોજને આ સલાહ આપો જે તમારા નામ પર લોકોને દર સેકન્ડ અપશબ્દ કહી ધમકી આપે છે.
આ પહેલા મોદીએ ટ્વિટ કર્યું હતું કે 'આ રવિવારે (8 માર્ચ) હું ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિતના મારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાની વિચારણા કરી રહ્યો છું.
-
Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020
આપને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદીના ફેસબુક પર 44.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તો ટ્વિટર પર PMના 53.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે મોદી 2373 લોકોને ફોલો કરે છે. તો ફેસબુક પેજ પર 4 કરોડ 47 લાખથી વધુ લાઈક છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરે છે.
PM નરેન્દ્ર મોદીએ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનો વિચાર કર્યો છે. આ માહિતી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ @narendramodi પર આપી છે.
-
Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીના સફરની વાત કરીએ તો 11 વર્ષથી વધુ સમય દરમિયાન તેમણે મુખ્યપ્રધાનથી વડાપ્રધાનની સફર કરી છે. જાન્યુઆરી 2009માં વડાપ્રધાને ટ્વિટર પર તેમનું એકાઉન્ટ શરૂ કર્યું હતું. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા. 5 વર્ષ બાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા.