રાજસ્થાનમાં મોદીએ રેલી દરમિયાન કહ્યુ કે, આતંકવાદની વિરુદ્ધ પૂરી દુનિયા સહમતિ દર્શાવી રહી છે. આતંકવાદના આરોપીઓને દંડ આપવા માટે અમે મજબૂતી સાથે આગળ વધી રહ્યા છીએ. આ વખતે બરાબરનો હિસાબ ચૂકવવામાં આવશે. ભારત હવે બદલાઇ ગયું છે. આ દુઃખને સહન કરી લેવામાં નહી આવે. અમે જાણીએ છીએ આંતકવાદને કેવી રીતે ખત્મ કરવાનો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ખાનને અભિનંદન આપવા માટે ફોન પર કરેલી વાતને યાદ કરતા મોદીએ કહ્યુ કે, મે તેમને કહ્યું હતું કે આવો ગરીબી અને નિરક્ષરતા સામે લડાઈ લડીએ. તે વાત પર ખાને કહ્યુ કે. મોદીજી હું પઠાણની સંતાન છુ, હું સત્ય બોલું છું, સત્ય કરુ છુ. આજે તેમના શબ્દોને ચકાસવાનો સમય છે.
આ પહેવા 19 ફેબ્રુઆરીએ ખાને આશ્વાસન આપ્યુ હતુ કે, તેઓ પુલવામા હુમલાના ગુનેગાર જૈશ-એ-મોહમ્મદ જે આતંવાદી સંગઠન છે તેના સામે કાર્યવાહી કરશે.