- ગ્વાલિયરમાં ડૉકટર કરતા રહ્યા બ્રેન ટ્યૂમરનું ઓપરેશન
- છોકરી વગાડતી રહી પિયાનો
- ઓપરેશન બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઇ
ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બિરલા હોસ્પિટલમાં ડૉકટરોએ લાંબા સમયથી બ્રેન ટ્યૂમરથી પીડાઇ રહેલી છોકરીનું અલગ રીતે ઓપરેશન કર્યું હતું. ઓપરેશન દરમિયાન સોમ્યાને ના તો બેભાન કરાઇ અને ના તો તેને કોઇ તકલીફ થઇ. તે પિયાનો વગાડતી રહી અને ડૉકટરોની ટીમે તેના માથામાંથી ટ્યૂમર નીકાળ્યું. ડૉકટરોનું કહેવું છે કે, તે બાળકાના માથાના તે જ ભાગને સુન્ન કર્યા હતા, જે ખૂબ જ જરૂરી હતું.
સોમ્યાને વાઇનો દુઃખાવો થતો હતો
મુરૈના જિલ્લાના બાનમૌરની રહેવાસી નવ વર્ષીય સોમ્યાને વાઇનો દુઃખાવો હતો. તપાસમાં સામે આવ્યું કે, તેના માથાના હાડકામાં ટ્યૂમર છે. આ ટ્યૂમર તે ભાગમાં હતું, જે ખૂબ જ નાજૂક હતું અને ઓપન સર્જરી કરવામાં બાળકનું જીવન જોખમમાં હતું. જેમાં બાળકને પેરાલિસિસ અટેક આવવાની પણ સંભાવના હતી. માટે ડૉકટરોએ બાળકીને વગર બેભાન કરીએ તેની સાથે સતત વાતચીત કરી અને તેને પિયાનો વગાડવા આપ્યો હતો.
ડૉકટરોએ અવેક ક્રેનિયોટૉમી એટલે કે, (કપાળ છેદન) પ્રક્રિયાથી હાડકામાં કાણું પાડીને ટ્યૂમર નીકાળ્યું હતું. સોમ્યાની બ્રેન ટ્યૂમરની સારવાર ત્રણ દિવસ પહેલા બિરલા હોસ્પિટલમાં થઇ હતી. ડૉકટરોએ બાળકીને ડિસ્ચાર્જ થયા બાદ તેના ફોટા શેર કર્યા હતા.
ઓપરેશન બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ સોમ્યા
બિરલા હોસ્પિટલના ડૉકટરોએ તેને પોતાની મોટી સફળતા ગણી છે. શનિવારે આ બાળકીને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવી છે. જો કે, તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
અવેક ક્રેનિયોટૉમી પ્રક્રિયામાં દર્દીના તે ભાગને સુન્ન કરવામાં આવે છે, જ્યાં તેની ખૂબ જ જરૂર હોય છે. ઓપરેશન દરમિયાન છોકરીએ પણ ડૉકટરોને પોતાના આત્મબળને કારણે નિરાશ નહીં થવા ન દીધા અને હોસ્પિટલના સ્ટાફ સાથે સતત વાત કરતી રહી અને પિયાનો વગાડતી રહી હતી.