ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં દુષ્કર્મના આરોપીએ પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીઓને જેલની સજા મળી હતી. જામીન પર બહાર આવીને આરોપીઓએ પીડિતાને ખેતરમાં જીવતી સળગાવી દીધી હતી. જેથી મહિલાને દિલ્હી સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
![aniનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5274183_ani.png)
![પ્રિયંકા ગાંધીનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5274183_priyanka.jpg)
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લખનૌના ડિવિજનલ કમિશ્નર મુકેશ મેશ્રામે કહ્યું કે, આ કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ASP કક્ષામાં અધિકારીઓ આ ટીમની આગેવાની કરશે.
આ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરી કહ્યું કે, ઉન્નાવ પીડિતાના સ્વાસ્થ્ય સમાચાર સાંભળી મનમાં દુ:ખ થયું છે. ઈશ્વરને પ્રાથના છે કે, પીડિતા સ્વસ્થ થાય. કાલે ભાજપ સરકારનું નિવેદન હતું કે, યુપીમાં બધું ઠીક છે. પરંતુ કાયદા વ્યવસ્થા અંગે ખોટા નિવેદન અને પ્રચાર કરવાની જવાબદારી CM અને ઉત્તર પ્રદેશ સરકારની છે.
બીજી બાજૂ રાષ્ટ્રીય મહિલા આયોગે ઉત્તર પ્રદેશના DGP ઓપી સિંહને પત્ર લખીને રિપોર્ટ માગ્યા છે.
માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલીસે યુવતીને ગંભીર પરિસ્થિતીમાં જિલ્લા હોસ્પિટલ મોકલી આપી છે. ત્યારબાદ યુવતીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડૉક્ટરે લખનૌ જવા અંગે કહ્યું હતું.
લખનૌ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આશુતોષ દુબેઓ જણાવ્યું કે, પીડિતાને 90 ટકા સળગેલી સ્થિતિમાં અંદાજીત સવારે 10.15 હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
ડૉ દુબેએ જણાવ્યું કે, પીડિતાને બર્ન વોર્ડમાં ભર્તી કરવામાં આવી છે, જ્યાં ડૉક્ટરની એક ટીમ તેમનું ધ્યાન રાખવા માટે ખડે પગે હાજર છે. તેમની સ્થિતિ ખુબ ગંભીર છે. હજૂ કાંઈ કહેવું મુશ્કેલ છે.
ડૉક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે, પીડિતાને અન્ય મોટા હોસ્પિટલમાં લખનૌ કે પછી બહાર ખસેડવાની જરૂર છે. જેના જવાબમાં ડૉક્ટરે કહ્યું કે, આ અંગે અત્યારે કાંઈ કહી ન શકું. અમારા ડૉક્ટરોની ટીમ સારી સારવાર આપવામાં લાગી છે.
ડૉક્ટર દુબેએ જણાવ્યું કે, પ્રથમ નજરમાં એવું લાગે છે કે, પીડિતાને કોઈ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવી છે, બાકી આ તપાસનો વિષય છે.
યુવતીને જીવતી સળગાવી
- બિહાર થાણે વિસ્તારમાં એક યુવતીને 5 લોકોએ જીવતી સળગાવી
- ઘટનાસ્થળે પોલીસ પહોંચતા યુવતીને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાઇ
- ડૉક્ટરે યુવતીની હાલત ગંભીર જણાતા તેને લખનઉંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
SP વિક્રાંત સિંહે કહ્યું કે, આ યુવતીને 5 લોકોએ જીવતી સળગાવી હતી. જેમાંથી પોલીસે 3 આરોપીઓ શુભમ ત્રિવેદી, હરિશંકર ત્રિવેદી અને ઉમેશ બાજપાઇની ધરપકડ કરી છે. આ ઘટના સંબંધિત 2 આરોપીઓ ફરાર છે. જેની શોધખોળ માટે પોલીસે 4 ટીમ તૈનાત કરી છે. પીડિત યુવતીએ માર્ચ મહિનામાં 2 લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.