કોંગ્રેસ નેતાઓના જણાવ્યા અનુસાર રાજ્યસભામાં વિપક્ષના નેતા આઝાદને જમ્મુ એરપોર્ટ પર ઉતરણ કર્યું કે, તુરંત જ પોલીસે તેમને શહેરમાં પ્રવેશતા રોક્યા હતાં.
ત્યાર બાદ આઝાદ જમ્મુથી દિલ્હીની છેલ્લી ફ્લાઈટ પકડી પાછા દિલ્હી આવી ગયા હતા. હજૂ ગત અઠવાડિયએ જ આઝાદને જમ્મુ એરપોર્ટ પરથી ત્યારે પાછા મોકલી દીધા હતા જ્યારે તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા માટે જમ્મુ જઈ રહ્યા હતાં.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળતા 8 ઓગસ્ટના રોજ પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા માટે ગુલામ નબી જવા ઈચ્છતા હતા.
9 ઓગસ્ટના રોજ કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવમાંથી ડી. રાજા તથા સીતારામ યેચૂરીને પણ રાજ્યમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતાં, તેમને એરપોર્ટ પરથી રોકી દેવામાં આવ્યા હતાં.