ETV Bharat / bharat

દમણથી દીવ, સુરત અને અમદાવાદ માટે વિમાની સેવાને મળી મંજૂરી - Ahmedabad

દમણઃ દમણથી દીવ વચ્ચે 800 કિલોમીટરના અંતરની અને 15 કલાક લાંબી રોડ માર્ગની મુસાફરીને ગણતરીની મિનિટોમાં મુસાફરી માટે દમણ પ્રશાસને હેલિકોપ્ટર સેવા શરૂ કર્યા બાદ હવે દમણથી દીવ, સુરત અને અમદાવાદ વચ્ચે વિમાની સેવાને મંજૂરી આપી દીધી છે. જેને દમણના સાંસદ લાલુભાઈ પટેલે વધાવી હતી. વિકાસના કામોમાં આ ખુબજ મહત્વનું કામ દમણ દીવ માટે કર્યું હોવાનું જણાવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 16, 2019, 1:14 PM IST

દમણ દીવમાં પોર્ટુગલ શાસન અને તે બાદ ગામધણીના એટલે કે સરપંચોના શાસનમાં જેટલા વિકાસના કામો નથી થયા તે તમામ કાર્યો પાછલા 10 વર્ષમાં થયા હોવાનું જણાવતા દમણના સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દીવ અને દમણ એક જ કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં તેમની વચ્ચે જમીન માર્ગે પહોંચતા 15 કલાક થતા હતા. તે હવે હેલિકોપ્ટરથી માત્ર 45 મિનિટમાં પહોંચી શકાય છે. હેલિકોપ્ટર સેવા શરૂ કર્યા બાદ હવે વિમાની સેવાને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જે દમણ અને દિવને પ્રવાસન ક્ષેત્રે ખુબજ ફાયદાકારક રહેશે.

દમણથી દીવ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કર્યા બાદ હવે દમણથી દીવ અને સુરત અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની કેન્દ્ર સરકારે ઉડાન યોજના હેઠળ મંજૂરી આપી દીધી છે. આ સેવા માટે દમણમાં ડોમેસ્ટિક ટર્મિનલ બનાવવાની પ્રક્રિયા પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આ વિમાની સેવાથી દમણ અને દીવમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

દમણ સાંસદ, લાલુભાઈ પટેલ

આ વિમાની સેવાનું કામ હેરિટેજ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યું છે. સરકારની ઉડાન યોજના અંતર્ગત નાના શહેરો માટેની હવાઈ યાત્રા શરૂ કરી આ શહેરોને જોડવા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. દમણ-દીવને ગોવાની તર્જ પર પ્રવાસન સ્થળ બનાવવાના ઉદ્દેશ્યથી આ હવાઈ યાત્રાની સેવા અહીં શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં રો-રો ફેરીથી પણ દીવ જવાશે. તેમજ સાંસદ લાલુભાઇ આ સેવાને દમણ દીવ માટે મહત્વની સેવા ગણાવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા દમણથી દીવ સુરત અને અમદાવાદની વિમાની સેવા શરૂ કરવા માટે જરૂરી સર્વે કરવામાં આવ્યો હતો અને તે બાદ કેન્દ્ર સરકારે આ સેવા શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી હોવાનું સંઘપ્રદેશ દમણ-દીવના જનરલ સેક્રેટરી એસ.એસ. યાદવે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું.

દમણમાં એરપોર્ટ છે. પરંતુ તે કોસ્ટ ગાર્ડના કબજા હેઠળનું છે. ગોવાની તર્જ પર હેલિકોપ્ટર અને હવે વિમાની સેવા શરૂ થવાથી દમણ અને દીવના પ્રવાસન ઉદ્યોગને ખૂબ જ મોટું પ્રોત્સાહન મળશે.

Intro:Body:

દમણથી દીવ, સુરત અને અમદાવાદ માટે વિમાની સેવાને મળી મંજૂરી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.