રાજસ્થાન: પૂર્વ શિક્ષણપ્રધાન તેમજ અજમેરથી સાંસદ વાસુદેવ દેવનાનીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિધાનસભા અધ્યક્ષનો સહારો લઇ રહ્યા છે જેથી તેઓ તેમની તરફેણ કરી શકે.
અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના 19 ધારાસભ્યોને નોટિસ જાહેર કરી તથા SDM અને કલેક્ટરના માધ્યમથી તેમના ઘર બહાર ચોકી પહેરો ગોઠવી દીધો છે.
મુખ્યપ્રધાન અશોક ગેહલોત યેનકેન પ્રકારેણ પોતાની ખુરશી બચાવવા કિમિયા અપનાવી રહ્યા છે. સરકારી તપાસ એજન્સીઓ દુરુપયોગ કરી તેઓ ધરસભ્યોની બાતમી મેળવી રહ્યા છે. કોરોનાના બહાના હેઠળ તેમણે બે વખત રાજ્યની સીમાબંધી કરાવી દીધી હતી. વિધાનસભાની બહાર કોંગ્રેસ ધારાસભ્યોની મળેલી બેઠકમાં ભાગ ન લેનાર ધારાસભ્યોને તેમણે સ્પીકર ને કહી નોટિસ ફટકારી હતી. પરંતુ વિધાનસભાની બહાર અધ્યક્ષે કોઈ ભૂમિકા ભજવવાની નથી હોતી.
આ પ્રકારની ધાકધમકી ભરી નીતિઓ અપનાવવાને લીધે જ તેઓ લઘુમતમાં આવી ગયા છે. તેઓ પોતાની ખુરશી લાંબા સમય સુધી નહી સાચવી શકે તેમ વાસુદેવ દેવનાનીએ જણાવ્યું હતું.