ન્યૂઝ ડેસ્કઃ હુર્રિયતને છોડી દેવાનું તેમનું આ નિવેદન, તેમના માટે વાસ્તવમાં રાજકારણને અલવીદા કેહવા સમાન છે, તેમની નાજુક ઉમરને લઇ રાજકીય ભૂમિ પર પ્રતિક્રિયા માટે ઓછો અથવા નગ્ણય અવકાશ છે. કાશ્મીરમાં કાયદા અમલ કરનારી એજન્સીઓ માટે કદાચ આ એક મોટી રાહત બની રહેશે, કારણ કે જો તેઓ હુર્રિયતના વડા તરીકે મૃત્યુ પામ્યા હોત તો સંભવિત અશંતિનાનું કારણ તરીકે જોવામાં આવતા હતા.
તેમણે સરકાર અને કેન્દ્ર સરકારના સ્તરે કાશ્મીર પર ધ્યાન રાખતા લોકો માટે કામ સરળ બનાવ્યું છે, જેથી જ જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાશિત પ્રદેશોમાં તબદીલ કરનાર શિલ્પી અને ભાજપના ટોચના નેતા રામ માધવ એ એક મિનિટ પણ ગુમાવ્યા વિના માત્ર એક જ વાર નહીં, પરંતુ એક પછી એક ત્રણ વાર ગીલાનીના પત્ર સાથે 'ગિલાની એ હુર્રિયતમાં થી રાજીનામું આપ્યું' ટ્વિટ કર્યા હતા. માધવ એ પોતાની ત્રીજી ટ્વિટમાં લખ્યું છે કે ‘તે માણસ જે હજારો કશ્મિરી યુવાનો અને પરિવારોનું જીવન બરબાદ કરવા માટે અને ખીણ ને આતંક અને હિંસામાં ધકેલી દેવા માટે એકલા જવાબદાર હતો; હવે કોઈ કારણ આપ્યા વિના હુર્રિયત થી રાજીનામું આપવું. તે શું તેને પાછલા તમામ પાપોથી છૂટકારો અપવાશે? આ પ્રતિક્રિયા ગિલાનીનું રાજકીય મહત્વ દર્શાવે છે. જોકે તે લગભગ એક વર્ષથી ચૂપ રહ્યા હતા.
જમ્મુ કાશ્મિર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ-370 રદ થયા પછી, ગિલાનીનું હુર્રિયત અથવા તેમના નિવેદનોમાં નાના સંદેશાઓ સિવાય ભાગ્યે જ સાંભળવા મળ્યા હતા અને તેમણે કોઈ વિરોધ કેલેન્ડર પણ જારી કર્યું નથી. ગિલાની નો રાજીનામા પત્ર, કાશ્મીરમાં અને સરહદ પારના પૈસા અને સત્તાને લઈને હુર્રિયત સભ્યો વચ્ચે થયેલી ઝઘડોની વિગતવાળો વિડીયો સંદેશ લોકો સુધી પહોંચ્યો અને થોડી વારમાં તે વાઇરલ પણ થઈ ગયો અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચાર માધ્યમોની મુખ્ય ખબર બની ગયો છે.
પત્ર સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, તેમના હુર્રિયતના સંપૂર્ણ જૂથે અલગાવવાદ છોડી દીધો છે અને માની લીધુ છે કે, તેઓ હવે વધુ સુસંગત નથી. આ તે જ નેતા છે જેઓ અમરનાથ જમીન વિવાદ 2008 વખતે જબરજસ્ત લોકપ્રિય હતા અને તેમણે આ મુદ્દા ની લગામ પોતાના પાસે છે તેવો દાવો કર્યો હતો. તેઓ સ્વીકારવા પણ તૈયાર ન હતા કે તેમની સાથે સમાંતર પણ કોઈ હોઈ શકે. હકીકતમાં, તે જ સમય હતો જ્યારે તેમના પર તેમના મોટા પુત્ર ડૉ. નૈમને હુર્રિયતના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવા માટે કાયદેસરની ઇચ્છા પર હસ્તાક્ષર કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના આ પગલાના કારણે ભાગલાવાદી શિબિરમાં એક જાતનો અસંતોષ વ્યાપ્યો હતો અને પછીથી તેમને આ વિલ પાછી ખેંચવાની ફરજ પડી હતી.
5 ઓગસ્ટ 2019ના નિર્ણય પછી સરકારની અલગતાવાદ વિરુદ્ધની પ્રતિક્રિયા જોઇએને લાગી રહ્યું છે તેઓએ જે લોકપ્રિયતા માણી હતી તે ઓછા કાંટાથી ભરેલી હતી અને જોખમ એટલું ન હતું જેટલું હવે છે .
ગિલાની હંમેશાં સરકાર વિરુદ્ધ ટીકાત્મક અવાજ રહ્યા છે અને દેખીતી રીતે તેમના નમતુ ન આપનારા વલણથી તેમને અન્ય ભાગલાવાદીઓ ને વિવેચક દ્રષ્ટિએ જોવા માટે એક પ્રકારનો હક મળ્યો હતો. તે ગિલાની હતા જેમણે 90 ના દાયકાની શરૂઆત માં અલ્તાફ અહમદ ઉર્ફે આઝમ ઇંકિલાબી એ જ્યારે હથિયાર છોડી દીધા ત્યારે તેને શરણાગતિ ને ગણાવી હતી. ઈન્કિલાબી ને પાકિસ્તાનમાં બેઠેલા લોકો સાથે પણ પ્રશ્નો હતા, તેમ છતાં તેની ઉપર કોઇ ઉચાપતનો આરોપ નથી. 2003 માં જ્યારે ગિલાની એ મૂળ હુર્રિયતથી છૂટા પડ્યા ત્યારે, તેમણે ભારત અને પાકિસ્તાન સાથેની વાતચીતમાં ભાગ લેવા માટે માત્ર નેતૃત્વ વેચવાનો આરોપ જ મૂક્યો ન હતો પરંતુ તેમણે હુર્રિયત નો પોતાનો બીજો જૂથ શરૂ કર્યો અને તેને એક ‘શુદ્ધિકરણ પ્રક્રિયા’ ગણાવી હતી.
આ એક રસપ્રદ છે કે જ્યારે એક પત્ર જેમાં ગિલાની એ ઉચાપત ની પુષ્ટિ કરી છે ત્યારે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ભારત ની ઉચ્ચ તપાસ એજન્સી એન.આઈ.એ પહેલે થી જ તેમના જમાઈ સહિત ઘણા અલગાવવાદીઓના સામે મની લોન્ડરિંગના કેસોની તપાસ કરી રહી છે.
ગિલાનીના રાજીનામા પત્રથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. શ્રીનગરથી મુઝફ્ફરાબાદ સુધી તેમના રાજીનામા પત્ર અંગે અનેક અટકળો ચાલી રહી છે, જેમાં ગિલાનીની દીકરીએ ટ્વિટ કર્યું છે ‘કોઈ પણ વ્યક્તિ વિચારધારા, રાજકીય વલણ, માન્યતા અને વિશ્વાસમાં થી રાજીનામું આપી શકે નહીં”. આ સંદેશ સંભવત તે લોકો માટે છે કે જેઓ ગિલાનીને હુર્રિયત ની બહાર ફેંકી દેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને લગભગ સફળ થયા હતા, પરંતુ તેઓ એમ કરે તે પહેલાં ગિલાનીએ સન્માન સાથે નિવૃતિ માંગી અને ફોરમ છોડ્યું.
- બિલાલ ભટ