હકીકતમાં જોવા જઈએ તો મહાત્મા ગાંધી હંમેશાથી ગામડામાં રહેવાનું પસંદ કરતા હતા. આ જ કારણ છે કે, તેમણે વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી. અહીં બાપૂએ 'ભારત છોડો' આંદોલન દરમિયાન પ્રથમ મીટીંગ યોજી હતી. મહત્ત્વનું છે કે , ગાંધી અહીં આ આશ્રમમાં લગભગ આઠ વર્ષ સુધી રહ્યા હતા. આ દરમિયાન તેમની જીવનશૈલી એકદમ સામાન્ય હતી.
આ આશ્રમમાં મહાત્મા ગાંધીનો અનેક સામાન આજે પણ હયાત છે. જેને ગાંધીજી ઉપયોગમાં લેતા હતા. આશ્રમની તેમની વસ્તુઓને આજે પણ સંભાળીને રાખવામાં આવી છે.
આશ્રમમાં જે પણ સામાન છે, તેમાં ગાંધીજીની લાકડી, પેપરવેટ, ટેબલ, કૃત્રિમ દાંત પણ સામેલ છે.
આશ્રમના સંચાલકોનું કહેવું છે કે, તેઓ ગાંધીના આ રુપને આવનારી પેઢી સુધી પહોંચાડવા માગે છે.