અંગ્રેજોના શાસન દરમિયાન અનેક મહાનગરોને વિજળીની ભેટ મળી હોવાના દાખલાઓ મળી આવે છે. ત્યારે પહાડોની રાણી મસૂરીને પણ આવી એક યોજના ગ્લોગી પરિયોજના હેઠળ રોશન કરવાની કામ થયું હતું. આ દેશની સૌથી જૂની યોજનામાંની એક છે.જેની રોશનીથી મસૂરી આજે ઝળહળી ઊઠે છે.આ યોજના માટે મસૂરીમાં 1890માં જ કામ શરૂ થઈ ગયું હતું. અંગ્રેજોએ ભારતમાં વીજળીની યોજના માટે સૌથી પહેલા મસૂરીની પસંદ કરી હતી.
આજે દેશમાં ભલે અનેક વિસ્તારોમાં વિજળીના કદાચ પહોંચવાની બાકી હશે પણ મસૂરીમાં તો ગાંધીના સમયમાં જ વિજળીનો પ્લાન્ટ પહોંચી ગયો હતો. જ્યાં ગ્લોગી પાવર હાઉસને જોઈ તે સમયના વિકાસને પણ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. દેશ ગુલામ હતો તેમ છતાં ગાંધીયુગમાં આ વિસ્તાર ઝળહળી ઊઠ્યો હતો.
આપને જણાવી દઈએ કે, આઝાદી વખતમાં બનેલી આ પરિકલ્પનામાં લગભગ 7 લાખ 50 હજાર રુપિયાનો ખર્ચ આવ્યો હતો. સૌથી પહેલા મોટા જનરેટર તથા યંત્રોને દેહરાદૂનથી વાયા દૂન ઘાટી થઈ ગઢીડાકરાના વિસ્તારોના કાચા રસ્તામાંથી ગાડાઓ દ્વારા ગ્લોગી પહોંચાડવામાં આવ્યું હતું. પણ વધારે પડતા સમય અને બળના ખર્ચને ધ્યાનમાં રાખી બાદમાં મોટર ગાડી દ્વારા તેને પહોંચાડવામાં આવ્યા હતાં.
1990માં પ્રથમવાર પહોંચી દહેરાદૂનમાં રેલ્વે
વર્ષ 1900માં પહેલી વાર દહેરાદૂનમાં પહોંચેલી આ રેલ્વેએ આ ગ્લોગી પરિયોજનાને ખાસ્સી મદદ કરી હતી. જેમાં ઈંગ્લેન્ડથી આવેલા ભારે મશીનોને દેહરાદૂન પહોંચાડવામાં મદદ મળતી. જ્યાં બાદમાં મજૂરોની મદદથી ગ્લોગી વિદ્યુત યોજના સુધી પહોંચાડવામાં આવતા.
9 નવેમ્બર 1912માં ગ્લોગી વિદ્યુત ગૃહને દેશના સૌથી મોટા બીજા નંબરના વિજળીઘરનું સિદ્ધી પ્રાપ્ત કરી. 1920 સુધીમાં તો મસૂરીમાં મોટા ભાગના બંગલા, હોટલ તથા સ્કૂલમાંથી લેમ્પ ઉતારી તેની જગ્યાએ શાનદાર વિજળીના ગોળાએ જગ્યાએ લઈ લીધી હતી.ધીમે ધીમે મસૂરી તથા લંઢૌર અને બાદમાં દહેરાદૂનનું વિદ્યુતીકરણ થયું. એક સમય હતો જ્યારે મસૂરી ઉત્તરપ્રદેશની સૌથી શાનદાર પાલિક માનવામાં આવતી હતી.
ઉત્તરાખંડ રાજ્યના નવનિર્માણ બાદ રાજ્યના જળ વિદ્યુત નિયંત્રણ બોર્ડને તેની દેખરેખ સોંપી દેવામાં આવી. જે આ ઐતિહાસિક ધરોહરને જાળવવાનું તથા નવી પેઠીને તેના વિશે જ્ઞાન આપવાનું કામ કરે છે. ગ્લોગી વિદ્યુતિકરણની આ યોજનાની મહતાને ધ્યાને રાખી હાલમાં તેના આધુનિકરણ લાવવા માટે કામ ચાલી રહ્યા છે. આ યોજના 113 વર્ષ જૂની છે.