આ ઘટના 25 એપ્રિલ 1934ની છે, જ્યારે ગાંધીજીનું દેવઘરમાં આગમન થયું હતું. તે સમયે મહાત્મા ગાંધી એક ખાસ ઉદ્દેશ્ય સાથે બાબાધામ આવ્યા હતા. દસ્તાવેજોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તે સમયે રહેતા લોકોના જણાવ્યા અનુસાર મહાત્મા ગાંધી બાબાધામ મંદીરમાં દલિતોને પ્રવેશ અપાવવા આવ્યા હતા.
દલિતો સાથે જોડાયેલી ગાંધીની આ પહેલ પર પંડા સમાજના અમુક વર્ગોએ એ રીતે હિંસક વિરોધ ઉઠાવ્યો કે, ગાંધીજીને વિલા મોઠે પાછા વળવું પડ્યું હતું.
વાસ્તવમાં જોવા જઈએ તો ગાંધીજી જીસીડીહ રેલ્વે સ્ટેશન પર ઉતરી સીધા દેવઘર સ્થિત વીજળી કોઠી પર આવી પહોચ્યા હતા. ગાંધીને લઈ જવા માટે તે સમયે કાળા રંગની મોટર ગાડી બોલાવવામાં આવી હતી.
વિજળી કોઠી પર પહોંચી ગાંધીજીએ નિત્ય ક્રમ પતાવી બાબા મંદીર જવા રવાના થઈ ગયા. પણ રસ્તામાં જ ગાંધીજીનો વિરોધ કરી રહેલા પંડા સમાજના અમુક વર્ગ દ્વારા ગાંધીજીને ઘેરી લીધા. દલિતોને મંદીરમાં પ્રવેશ અપાવવાથી લોકોએ ગાંધીજીની ગાડી પર પથ્થરમારો શરુ કરી દીધો. જેને કારણે ગાંધીજીને મંદીરમાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.
જો કે, તે સમયે ગાંધીજીની સાથે આવેલા વિનાબા ભાવે મંદીરમાં ગયા અને પૂજા અર્ચના પણ કરી હતી. તે સમયે ગાંધીજીને આર્થિક સહાયતા પુરી પાડનારા નથમલ સિંઘાનિયાની મુલાકાત પણ દેવઘરના વિજળી ઘરની કોઠી પર થઈ. ગાંધીજી દેવઘરમાં આવ્યા અને તેમનો ઉદ્દેશ્ય ભલે સાકાર ન થયો પણ તેમનું આગમન થતાં ઈતિહાસના પન્ના પર દેવઘરનું નામ નોંધાઈ ગયું.
ત્યાર બાદ તો દેવઘરના ટાવર ચોકમાં ગાંધીજીની પ્રતિમા પણ લગાવામાં આવી હતી, જે આજે પણ તેમની યાદ અપાવે છે. ગાંધી અને દેવઘર સાથે જોડાયેલા અમુક સ્વાતંત્ર્ય સેનાનીઓ આજે પણ તે જમાનાની યાદોને તાજી કરી રહ્યા છે.