ઉત્તરાખંડઃ ઉત્તરાખંડ રાજ્યના તેહરી જિલ્લાના ચંબા બ્લોક હેઠળ ગ્રામ પંચાયત સેમલતામાં રહેતા 34 વર્ષીય વિજય રામ સેમલ્તીએ પોતાની જમીનમાં કેસરની ખેતી કરી છે. તેમના દ્વારા કરવામા આવેલી આ પહેલ લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે અને તેથી લોકોને સ્વરોજગાર પણ મળી શકે છે.
વિજય સેમલ્ટિનું કહેવું છે કે, તે કેસરના દાણા બહારથી લાવ્યો હતો જેનો ઉપયોગ તેને તેના ખેતરમાં કર્યો હતો અને હવે ત્યાં કેસરનું વાવેતર થયું છે.
તેનું કહેવું છે કે, તેના ખેતરમાં અડધા કીલોથી પણ વધુ કેસર તૈયાર થયું છે. તેમને કેસરની ખેતી કરવા માટે તેને ખૂબ મહેનત પણ કરવી નથી પડતી તેમજ તેને ડુક્કર અને વાંદરા પણ ખાતા નથી.
કેસરની ઘણી માંગ છે. તેમણે કહ્યું હતું કે, આ નવો પ્રયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને હવે તેમને તેનો લાભ પણ મળી રહ્યો છે.
વધુમાં જણાવ્યું કે, આજકાલ તેમના ગામમાં બહારનાં વિસ્તારોમાંથી પ્રવાસી યુવકો આવ્યાં છે અને તે યુવકો પણ તેમની સાથે કેસરની ખેતી કરવા માગે છે અને તે હવે મોટા પાયે કેસરની ખેતી કરશે જેથી લોકોને સ્વરોજગારી પણ મળી રહે.
તેણે કહ્યું કે જો તેને તેનું માર્કેટિંગ મળે તો તે મોટા પાયે માર્કેટિંગ કરશે.