વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મન ચાન્સલર એન્જેલા માર્કલ સાથે મુલાકાત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જય-ઈન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સઉદી અરબના પ્રિન્સ મહોમદ બિન સલમાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ.
G-20 શિખર સંમ્મેલન શરૂ થઈ ગયુ છે. આ સંમ્મેલન જાપાનના ઓસાકા શહેરમાં યોજાઈ રહ્યું છે. સંમ્મેલનમાં પૂર્વ G-20 દેશોના રાજનેતાઓએ ફોટોસેશન કરાવ્યું. G-20ના તમામ દેશના વડાઓએ સાથે ફોટો પડાવ્યો. આ પહેલા વડાપ્રધાન મોદીએ અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રંપ, જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે ત્રિપક્ષીય ચર્ચા કરી. બાદમાં મોદી અને ટ્રંપ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાતચીતમાં ટ્રંપે મોદીને ચૂંટણીમાં જીત મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ અમેરિકા અને ભારત વચ્ચે 4 મુદ્દાઓ પર થનારી ચર્ચા ગણાવી. ટ્રંપે મોદીને કહ્યું કે તમે ખૂબ સરસ કામ કરી રહ્યાં છો. 'તમને સામાન્ય ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા.' તેમણે કહ્યું કે, 'ભારત સાથે અમેરિકાના સંબંધો સુધર્યા છે. અમે ભારત સાથે અમેરિકાની મિત્રતા ને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ઘ છે.'
મોદીએ ટ્રંપનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે લોકતંત્ર અને શાંતિ માટે અમે પ્રતિબદ્ઘ છે. અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે. અમે "મેક ઈન ઈન્ડિયા'ના મંત્ર સાથે આગળ વધી રહ્યાં છે.
જાપાનના ઓસાકા શહેરમાં હાલમાં G-20 ની બેઠક ચાલી રહી છે. જેમાં ટોંચના દેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણાઓ થઈ હતી.
આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, ભારતના વડાપ્રધાન નરેંન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિંજો આબે પણ શામેલ હતા. આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી.