ચંદ્રયાન-2નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરણ સહિત અનેક લક્ષ્યો હતો. ચંદ્રયાન-2 લેંડર વિક્રમનું ચાંદ પર ઉતરતાની સાથે જ સંપર્ક તૂટવા પર નાયરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આપણે વધારે ચિંતા કરવાની જરૂર નથી. હું કહી શકું છું કે, આપણે આ મિશનમાં 95 ટકા કામ તો પૂર્ણ કરી લીધું છે. અને તેમાં સફળતા પણ મળી છે.
તેમણે આગળ વધુમાં જણાવ્યું હતું કે, ઓર્બિટર અંતરિક્ષમાં પહોંચી ગયું છે, તથા તેને તસ્વીરો ખેંચવાનું કામ સારી રીતે કરવું જોઈએ.લગભગ એક દાયકા બાદ ચંદ્રયાન-1 ની સફળતા બાદ ચંદ્રયાન-2નું મિશન શરૂ થયું હતું. જેમાં ઓર્બિટર, લેંડર અને રોવર પણ સામેલ હતું.
નાયરે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લેંડરનો સંપર્ક તૂટી જવો તે નિરાશાજનક છે. તેમણે આ વાતની ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ આપણા બધા માટે નિરાશાજનક છે, સમગ્ર દેશને તેની પાસે બહું આશા રાખી હતી.
તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રાપ્ત વિગતોને આધારે અમે મુલ્યાંકન કરી રહ્યા છીએ કે, ઈસરોની ભૂલ ક્યાં થઈ છે. તેની તપાસ અમે કરી રહ્યા છીએ.
અહીં ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2 લેંડક વિક્રમ ચાંદ પર પહોંચવાની સમયે જ જમીન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે લેંડર ચંદ્રની સપાટી માત્ર 2.1 કિમી દૂર હતું.
આ લેંડરને શુક્રવારના રોજ રાત લગભગ 1 વાગ્યાને 38 મિનીટ પર ચંદ્રની ધરતી પર ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પણ ચંદ્રની સપાટી પહોંચે તે પહેલા જ લગભગ 2.1 કિમીના અંતરેથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.