ETV Bharat / bharat

કોરોના વાઈરસથી નહીં બચાવે N-95 માસ્ક, કેન્દ્ર સરકારે આપી ચેતવણી - corona update

N-95 માસ્ક અંગે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી લોકોને ચેતવણી આપી છે કે, તેઓ શ્વાસ લેતા છિદ્રિત એન-95 માસ્કનો ઉપયોગ ના કરે. આ માસ્ક વાઈરસને ફેલાવવાથી સુરક્ષિત રાખતા નથી અને તે વપરાશકર્તાઓ માટે હાનિકારક હોઈ શકે છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાને અનુસરવાની સલાહ આપવામાં આવી છે.

The N 95 Mask and issues
કોરોના વાઈરસથી નહીં બચાવે N-95 માસ્ક, કેન્દ્ર સરકારે આપી ચેતવણી
author img

By

Published : Jul 21, 2020, 6:20 PM IST

નવી દિલ્હીઃ N-95 માસ્ક અંગે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી લોકોને ચેતવણી આપી છે કે, તેઓ શ્વાસ લેતા છિદ્રિત એન-95 માસ્કનો ઉપયોગ ના કરે. આ માસ્ક વાઈરસને ફેલાવવાથી સુરક્ષિત રાખતા નથી અને તે વપરાશકર્તાઓ માટે હાનિકારક હોઈ શકે છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાને અનુસરવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે રાજ્યોના આરોગ્ય અને તબીબી શિક્ષણના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે કે, એવું જોવા મળ્યું છે કે જનતા અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખાસ કરીને એન-95 માસ્કનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્વાસ્થ્ય સેવાઓના ડાયરેક્ટર જનરલ રાજીવ ગર્ગે સલાહ આપી છે કે, ઘરે બનેલા માસ્કનો ઉપયોગ કરવો. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ ફેસ માસ્ક ખરીદી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છિદ્રયુક્ત એન-95નો ઉપયોગ હાનિકારક નિવડી શકે છે. આ માસ્ક કોરોના વાઈરસને ફેલાવાથી રોકતો નથી. તેમણે બધાને અપીલ કરી હતી કે, એન-95 માસ્કનો ઉપયોગ કરવાનું ટાળે અને શક્ય હોય ત્યાં સુધી ઘર પર બનેલા માસ્કનો ઉપયોગ કરે.

એપ્રિલમાં સરકારે એક એડવાઈઝરી જાહેર કરી હતી કે, ઘરથી બહાર નીકળતી વખતે ઘર પર બનેલા માસ્કનો ઉપયોગ કરવો જેથી કોરોના વાઈરસથી બચી શકાય. માસ્કને રોજ સાફ કરવું અને ધોવું ખૂબ જ જરુરી છે. તે ઉપરાંત મોંને ઢાંકવા માટે કોટનના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે, ફેસ માસ્ક કપડાનું બનેલું હોવું જોઈએ, જેથી કરીને તેને ધોઈને સૂકવી શકાય. ગરમ પાણીમાં મીઠું નાખીને ધોઈ શકાય છે. માસ્ક એટલું ફિટ હોવું જોઈએ કે, કાન,નાક અને મોં સંપૂર્ણપણે ઢંકાઈ જાય.

એન-95 વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણ (પીપીઇ) છે, જેનો ઉપયોગ વાયુના કણોથી અને ચહેરાને દૂષિત કરવાથી પહેરનારને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. એરોસોલ્સના નાના કણો અને મોટા કણોને ચહેરા સુધી પ્રવેશતાં રોકે છે. આ માસ્ક 95 ટકા એરબોર્ન કણોને રોકે છે. માસ્ક આગળનું છિદ્ર નાક અને મોને કવર કરવાનું કામ કરે છે. આરોગ્ય કર્મચારી અને કંસ્ટ્રકશનાં કામ કરતાં લોકો માટે આ માસ્કનો ઉપયોગ થાય છે.

માસ્કને એ રીતે બનાવવામાં આવ્યું છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ ના પડે. છિદ્ર માટે પ્લાસ્ટિકની ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફાઈબર સાથે જોડાયેલું હોય છે. જ્યારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે દૂષિત કણો તેના શ્વાસમાં જતા નથી અને તે ચોખ્ખી હવા લઈ શકે છે.

એન-95 માસ્ક પહેરીને જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે હવા 100 ટકા શુદ્ધ થઈને અંદર આવે છે, પરંતુ જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે તે શ્વાસ ફિલ્ટર થતાં નથી. જો તમે એસિમપ્ટોમેટિક છો તો તમે વાઈરસના કેરિયર કહેવાશો. એન-95એ વન-વે વાલ્વ કહી શકાય, કારણ કે શ્વાસ છોડતી વખતે તે શ્વાસ ફિલ્ટર થતાં નથી. ફક્ત શ્વાસ લેતી વખતે 100 ટકા હવા ફિલ્ટર થઈને તમે શ્વાસ લઈ શકો છો. જે માસ્કને વાલ્વ હોય અથવા આગળ મુખ જેવું હોય તે માસ્ક પહેરવાનું ટાળવું જોઈએ. તે ફક્ત વન-વે વાલ્વનું કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.