દુનિયાભરના દેશો, વેપારીજગત અને નાગરિકો ઝડપથી કોરોના સંકટમાંથી મુક્ત થવા માગે છે. કોવિડ ક્રાઇસિસમાંથી સફળતાપૂર્વક બહાર આવવા માટે સૌથી વધુ મહત્ત્વનું રહેશે ઇન્નોવેશન, કંપનીઓ પોતાના કામકાજમાં મોટા પાયે ફેરફારો કરે અને સહકાર સાધીને કામ કરે. આ સંદર્ભમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્લેટફોર્મ ફૉર શેપિંગ ધ ફ્યુચર ઑફ કન્ઝમ્પશનનો હેતુ માગમા પરિવર્તન આવે અને ગ્રાહકોનું કલ્યાણ થાય તે રીતે આગળ વધવાનો છે. સાથે જ પર્યાવરણની રક્ષા, સૌ કોઈનો વિકાસ અને સૌ માટે વિશ્વાસ અને પારદર્શિતાનો હેતુ છે.
ત્રણ વર્ષ પહેલાં ફ્યુચર ઑફ કન્ઝમ્પશન પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું તે આજે વધારે પ્રસ્તૂત બન્યું છે કે જેથી વેપાર અને સમાજને લાભ થાય અને વિકસિત તથા વિકાસશીલ બજારોને તેનો લાભ મળે. એ જરૂરી બન્યું છે કે આપણે સમૃદ્ધ ભાવિ માટે ઝડપી વિકાસ હાંસલ કરીએ.
કોરોના પછીના દાયકામાં ગ્લોબલ ફોર્સીઝમાં પરિવર્તન આવશે, એક અબજ નવા ગ્રાહકો ઊભા થશે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવશે જે ચીન, ભારત અને ASEAN દેશોમાં માગની તરાહને બદલી નાખશે. આ દેશોની ઝડપથી વિકસી રહેલી કન્ઝ્યુમર માર્કેટમાં મોટા પરિવર્તનો આવશે. વેપારી અને રાજકીય બંને નેતાગીરીએ આ બદલાતી સ્થિતિને અનુકૂળ થવું પડશે અને વધારે જાગૃત અને કનેક્ટેડ ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવી પડશે.
ઝડપથી વિકસી રહેલી કન્ઝ્યુમર માર્કેટ્સમાં માગનું ભાવિ કેવું હશે તેનો લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે તેમાં ઉપભોગની બદલાતી તરાહ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. આ બજારો દુનિયાની વસતિના 40%થી વધુ ધરાવે છે. જો આગોતરી સમજદારી હોય તો વૈશ્વિક નેતાગીરી તેનો સામનો કરી શકે છે.
2017માં ચીન પર અભ્યાસ કેન્દ્રીત કરવામાં આવ્યો હતો, જ્યારે 2018માં ભારતમાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. હવે છેલ્લા ત્રીજા વર્ષે 2019-2020માં અભ્યાસનું ધ્યાન ASEAN પર કેન્દ્રીત રહેશે. ASEAN દેશોના 10 અર્થતંત્રો વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા બજારો છે. આ દેશોમાં આંતરિક, રાજકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય પણ બહુ છે.
આગામી દિવસોમાં સાનુકૂળ વસતિ વધારો, આવકમાં વધારો, ભૂરાજકીય પરિવર્તનો અને ડિજિટલ જોડાણને કારણે આ પ્રદેશમાં જબરદસ્ત તકો ઊભી થવાની છે. બૈન એન્ડ કંપનીના સહયોગમાં તૈયાર થયેલા આ અહેવાલમાં ઊંડાણપૂર્વકનો કન્ઝ્યુમર સર્વે કરવામાં આવ્યો હતો અને 22 શહેરોના 1,740 પરિવારોને આવરી લેવાયા હતા. દરેક વર્ગની વસતિને તેમાં સમાઇ લેવાઈ હતી અને ખાનગી તથા સરકારી એકમોના 35 જેટલા અગ્રણીઓ સાથેના ઇન્ટરવ્યૂને પણ તેમાં સમાવી લેવામાં આવ્યા હતા.
આ સંશોધનથી ASEANના વર્તમાન અને ભાવી માગના પ્રવાહોને સમજવામાં સરળતા રહે છે. સાથે જ વેપારી જગત માટે મહત્ત્વના મુદ્દાઓ પણ તેમાં આવી ગયા છે, કે જેનું આગામી દાયકામાં ધ્યાન રાખવાનું રહેશે. કોરોના સંકટ પછીના ગાળામાં સર્વસમાવેશ વિકાસ માટે અભ્યાસમાં સૌ સંબંધિતને અનુરોધ પણ કરવામાં આવ્યો છે.