નવી દિલ્હી: રાહુલ ગાંધીએ સોમવારે દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થવાના મુદ્દે કહ્યું હતું કે, કોવિડ -19, ડિમોનેટાઇઝેશન અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લગતી નિષ્ફળતાઓ ભવિષ્યમાં, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના અભ્યાસનો વિષય બનશે.
-
Future HBS case studies on failure:
— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4
">Future HBS case studies on failure:
— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4Future HBS case studies on failure:
— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 21 દિવસમાં કોરોનાને હાર આપીશુના નિવેદનનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, 'ભવિષ્યમાં કોવિડ -19, નોટબંધી અને જીએસટી સંબંધિત નિષ્ફળતાઓ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસનો વિષય હશે.'
સોમવારે દેશમાં કોવિડ -19ના 24,248 નવા કેસ નોંધાયા હતા અને કોવિડ-19ના કારણે વધુ 425 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકો અને મૃત્યુની કુલ સંખ્યા અનુક્રમે 6,97,413 અને 19,693 થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે સતત ચોથો દિવસ છે, જ્યારે દેશમાં કોવિડ-19ના 20,000થી વધુ કેસ નોંધાયા છે. રવિવારે ભારત વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડી ત્રીજા સ્થાને છે. આ સૂચિમાં અમેરિકા પ્રથમ અને બ્રાઝિલ બીજા સ્થાને છે.
સોમવારે સવારે મંત્રાલયે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, ભારતમાં કોવિડ -19ના 24,248 નવા કેસ વધીને કુલ 6,97,413 કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડ -19ના 4,24,432 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં 2,53,287 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.