ન્યૂઝ ડેસ્કઃ કોરોના મહામારીને કારણે રોજ મૃત્યુ થઈ રહ્યાં છે. રોજિંદા મૃત્યુને કારણે દેશભરમાં આવેલા સ્મશાનગૃહો એક પ્રકારનો બોજ અનુભવી રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર પણ નવા સ્મશાનગૃહ બનાવી રહ્યું છે. પણ શું ભારત કોરોના સંકટમાં કાર્યરત કાર્યકરોને રક્ષણ આપવમાં સક્ષમ છે ? શું મૃત્યુ પામેલાને સન્માનજનક વિદાય આપવા આપણે સક્ષમ છીએ ?
- સ્મશાનગૃહ સિવાય પરિવારોને એમ્બ્યુલન્સ બોલાવવામાં તકલીફ પડી રહી છે.
- મૃતદેહને એમ્બ્યુલન્સથી સ્મશાનગૃહ લઈ જવાના હોવાથી એમ્બ્યુલન્સ કામચલાઉ શબઘરનું કામ કરી રહી છે.
- કોવિડ-19ના દર્દીના મૃતદેહને સાચવવાની પ્રક્રિયા અને માર્ગદર્શિકામાં સતત ફેરફાર થઈ રહ્યાં છે.
- અગાઉ હોસ્પિટલોમાં શંકાસ્પદ COVID-19 કેસની લાશને અંતિમ સંસ્કાર માટે સંબંધીઓને સોંપવાની સખત મનાઇ હતી. પરંતુ કેન્દ્ર સરકારે નિયમો હળવા કર્યાં છે.
- હવે, લોકોએ મૃતદેહ મેળવવા માટે કોરોના ચેપની પુષ્ટિ માટે લેબની રાહ જોવી પડશે નહીં.
દિલ્હી
- રાજધાનીમાં 13 સ્મશાન, 4 કબ્રસ્તાન અને 1 કબ્રસ્તાન નાગરિક સંસ્થાઓ દ્વારા સંચાલિત છે.
- કોવિડ -19ના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા માટે 6 સ્મશાન મેદાન, 4 દફનવિધિ માટે મેદાન અને એક કબ્રસ્તાન આપવામાં આવ્યા છે.
- નાગરિક સંસ્થાઓએ મંગોલપુરી, ઈન્દર પુરી, બેરી વાલા બાગ, વજીરપુર, સીમાપુરી અને ગાજીપુર સ્મશાન એમ 6 નવા સ્થળોએ કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કારના વિકલ્પો પણ ઉમેર્યા છે.
- 3 મહાનગરપાલિકાઓ (દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી અને ઉત્તર દિલ્હી)એ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું, જેમાં જણાવ્યું છે કે, કોવિડ -19 કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કોર્પોરેશનોએ સ્મશાનની ક્ષમતા વધારીને પ્રતિ દિવસ 95-100 મૃતદેહોની કરી દીધી છે. તેમની સ્મશાનગૃહમાં દિવસની પહેલાની સંખ્યા 45 હતી.
- ત્રણેય કોર્પોરેશનો - એસડીએમસી, પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, કે પંજાબી બાગ, નિગમબોધ ઘાટ, પંચકુયાન રોડ અને કરકરદુમાના સ્મશાન સ્થળોએ લાકડાના પાયરો પર અંતિમ સંસ્કાર અને લોધી રોડ સ્મશાનસ્થળમાં ઇલેક્ટ્રિક સ્મશાન, લગભગ 20-22ની વધેલી ક્ષમતા સાથે; 15-16; 08-10; અનુક્રમે 06-08 અને 05-06.
મહારાષ્ટ્ર
- મુંબઈમાં બીએમસી અંતર્ગત 49 અને પ્રાઈવેટ 20 સ્મશાનગૃહ આવેલા છે.
- બીએમસી નવા 46 સ્મશાનગૃહ બનાવવા માટેનો પ્લાન તૈયાર કર્યો છે.
- હિન્દુ સ્મશાનગૃહોમાં 15 જેવા શબઘરોની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ભાંડુપમાં માર્ચ અને એપ્રિલના મધ્યમાં 154 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
- મે મહિનામાં 115 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમાંથી 89 લોકો કોવિડ-19 ચેપગ્રસ્ત હતાં.
પશ્ચિમ બંગાળ
- કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને 2 ઈલેક્ટ્રિક સ્મશાન બનાવવાનું ચાલું કર્યું છે. અહીં કોવિડ-19ના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં COVID + veના અંતિમ સંસ્કાર માટે દફનવિધિ માટેના 2 મેદાન અને એક સ્મશાનગૃહ પણ અનામત રાખવામાં આવ્યું છે.
કર્ણાટક
- બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકા (બીબીએમપી) દ્વારા COVID-19ના મોત માટે 4 સ્મશાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. બીબીએમપીએ વધારે ભીડને રોકવા માટે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહના સંચાલનનો સમય સવારે 9 વાગ્યાથી વધારીને 8 વાગ્યે કર્યો છે. કેમ કે એમ્બ્યુલન્સમાં લાશોને વહન કરાવતી સામાન્ય સુવિધા બની ગઈ હતી.
- બીબીએમપીએ રાજરાજેશ્વરીનગર (કેંગેરી), યેલહંકા (મેડી અગ્રહારા), મહાદેવપુરા (કુદલુ), અને બોમ્માનહલ્લી (પનાથુર) માં એક કબ્રસ્તાન COVID-19 સુવિધા તરીકે નિયુક્ત કર્યા છે. બીબીએમપીએ એમ પણ કહ્યું છે કે, વાહનો, સ્મશાનગૃહ અને શબને પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને સામગ્રીની સફાઇ કરવી જ જોઇએ, જ્યારે કર્મચારીઓએ પી.પી.ઇ. કીટ પહેરવી જોઈએ.
અંતિમવિધિ અને ટેક્નોલોજી
મશીનોથી પરંપરાગત પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. હિન્દુ પરંપરા મુજબ મૃતકને લાકડા પર અંતિમવિધિ કરવામાં આવે છે. તે પહેલાં પરિવારના સભ્યો અને પૂજારીઓ દ્વારા કેટલીક વિધિઓ કરવામાં આવે છે. જો કે, COVID-19એ આ બદલી કાઢયું છે. સ્મશાનગૃહો શક્ય તેટલી ધાર્મિક વિધિઓ જાળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
બીજી બાજુ, ઇસ્લામની પરંપરાઓ અનુસાર, મૃતકો માટે કબર ખોદવામાં આવે છે. COVID-19 દરમિયાન, કબર ખોદનારને બદલે, અર્થમૂવર પર કામ કરવામાં આવી રહ્યું છે. સમયસર દફન કરવા માટે, કબ્રસ્તાન કામદારો કબ્ર ખોદવા માટે મશીનોનો ઉપયોગ કરી રહ્યાં છે. જે કાર્ય પૂર્ણ કરવામાં સમયનો બચાવ કરે છે.
ભારતમાં રોગચાળા દરમિયાન નવી એપ લોન્ચ કરવામાં આવી છે. નવી એપ્લિકેશન પૂજારીની સેવાઓ અને અન્ય સેવાઓ આપી રહી છે. તેઓ તેમના અંતિમ સંસ્કારનું આયોજન કરીને, તેમના મૃત્યુની સર્ટિફિકેટમાંથી બધું પ્રદાન કરીને અને મૃતદેહના અંતિમવિધિના પાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પૂજાઓ કેટલીકવાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કરવામાં આવે છે.
કેટલાંક ગંભીર મુદ્દાઓ
- કબ્રસ્તાન અને સ્મશાનગૃહના કામદારોને પી.પી.ઇ કીટ આપવામાં આવતી નથી
- રોગચાળો ફેલાવતા ભય અથવા પરિવહનના પ્રશ્નોને કારણે સ્ટાફનો અભાવ
- દફનવિધિ અથવા સ્મશાનગૃહ પર દેખરેખનો અભાવ
- સંબંધીઓ અને હોસ્પિટલો મૃતદેહનો ત્યાગ કરે છે
- મૃતદેહો માટે પૂરતી જગ્યાનો અભાવ, કારણ કે કોવિડ -19ને કારણે મૃત્યુનાં કેસોમાં વધારો થતો રહે છે
- યોગ્ય સુરક્ષા વિના મોટી સંખ્યામાં અંતિમ સંસ્કારમાં જોડાતા સંબંધીઓ કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો કરી શકે છે
- મૃતકોના અંતિમ સંસ્કાર અથવા દફન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે
- લોકોમાં જાગૃતિનો અભાવ અતાર્કિક ભયનું કારણ બને છે. જેના પરિણામે શરીરનો ત્યાગ કરવામાં આવે છે.