ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - શુક્રવારનો દિવસ તમારા માટે કેવો

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Feb 14, 2020, 6:01 AM IST

મેષ: આજે આપ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકો. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાંપત્‍યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થાય. પ્રવાસ પર જવાનું બને. આજે આપ બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ પરંતુ તે સમયે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આજે સ્‍વભાવમાં અને વિચારોમાં થોડો આવેગ રહે. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકો. સમાધાનકારી વલણ અપનાવવું પડે.

વૃષભ: આપનો આજનો દિવસ આનંદથી પસાર થશે. આજે આપ શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. આપના કાર્યો નિઘાર્રિત રીતે આયોજન અનુસાર પૂરા થાય. આર્થિક લાભની સંભાવના છે. ખોરંભે ચઢી ગયેલાં કાર્યો પૂર્ણ થશે. મોસાળ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્‍યક્તિને માંદગીમાં સુધારો જણાય. સહકાર્યકરોથી લાભ થાય.

મિથુન: આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્‍ય વ્‍યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

કર્ક: આપનો વર્તમાન દિવસ થોડું સંભાળીને ચાલવા જેવો છે. કારણ કે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાના કારણે આપનામાં કામ કરવાનો ઉત્સાહ જરૂર કરતા ઓછો રહે. છાતીમાં દર્દ કે અન્‍ય કોઇ વિકારથી પીડાતા જાતકોએ અત્યારે સારવારમાં જરાય ગાફેલ રહેવું પોષાય તેમ નથી. ઘરના સભ્‍યો સાથે કોઈપણ બાબતે શાંતિથી બેસીને ચર્ચા કરવી અને દરેકને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતા અનુભવશો. જાહેર પ્રતિષ્ઠાનો વધુ પડતો મોહ રાખવો નહીં. અનિદ્રાના કારણે પણ મન થોડુ વ્યાકુળ રહી શકે છે.

સિંહ:આપના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મળવાથી આપ પ્રસન્‍ન હશો. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્‍થળની મુસાફરી દોસ્‍તો અને સ્‍હેનીજનો સાથે થાય. આરોગ્‍ય સારું રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આપ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્‍નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.

કન્યા: આજનો દિવસ આપના માટે અનુકૂળ રહેશે. આપની વાણીની મધુરતાથી આપ અન્‍યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. વાણી પર સંયમ રાખી કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આપ નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.

તુલા: વર્તમાન સમયમાં આપ વ્‍યવસ્થિત રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિ કરી શકો. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવશો. દૃઢ વિચારો દ્વારા આપ કામ પાર પાડી શકશો. આપનો આત્‍મવિશ્વાસ વધશે. મોજશોખ કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય.

વૃશ્ચિક: આજે વાતચીત દરમ્‍યાન કોઇ સાથે ખોટી ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી. બિનજરૂરી ઉતાવળ, ઝડપી ડ્રાઈવિંગ, જોખમી કાર્યો, આંધળા સાહસથી દૂર રહેવું જેથી ઈજાની કોઈપણ સંભાવનાથી બચી શકો. નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરવા. આજે મોજશોખ મનોરંજન પાછળ વિશેષ ખર્ચ થાય. સગાં- સંબંધીઓને વધુ આદર આપીને તેમની ખુશીમાં પોતાની ખુશી શોધવી.

ધન: આજનો દિવસ સમગ્રતયા લાભદાયક નીવડશે. આપને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્‍થળે પર્યટને જવાનું થાય. સંતાન અને જીવનસાથી થકી આપને લાભ મળે. વેપારમાં લાભ થાય. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને જીવનસાથી મળે. સ્‍ત્રીમિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર: ઘર- પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અહેસાસ થશે. સગાં- સંબંધીઓ મિત્રોથી મુલાકાત આપને પુલકિત કરી દેશે. વેપાર ધંધામાં ઉઘરાણી અંગે પ્રવાસ કરવાનું થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે ધન- મન પ્રતિષ્‍ઠામાં વધારો થશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. આપને નોકરીમાં પદોન્‍નતી મળે. વાહન અકસ્‍માતથી સંભાળવું ધન- માન કીર્તિમાં વધારો થાય. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે.

કુંભ: આપનો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. શરીરમાં આપને થોડી અસ્‍વસ્‍થતા અનુભવાય એમ છતાં માનસિક રીતે સ્‍વસ્‍થ રહેશો. શરીરમાં સ્‍ફૂ‍ર્તિ ઓછી રહે તેથી કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહે. જો વધુ થાકેલા હોવ તો થોડો આરામ કરી લેવો. ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરતી વખતે વધુ સૌમ્ય રહેવું. મોજશોખ પાછળ ધનખર્ચ થાય. મુસાફરીની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે. હરીફો સાથે ઉંડા વાદવિવાદમાં ન પડવું.

મીન: તંદુરસ્‍તીની બાબતમાં ખાસ ધ્‍યાન આપવાનું જણાવવામાં આવે છે. માંદગી પાછળ ખર્ચની સંભાવના નકારી શકાય નહીં. અન્‍ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે માટે ધીરજથી કામ લેવું. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આકસ્મિક ધનલાભ આપની તકલીફો હળવી કરી દેશે. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

Intro:Body:

blank - 9

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.