નવી દિલ્હીઃ કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં કોવિડ 19 સંબંધિત મેડિકલ ઉપકરણોની અછત વર્તાઈ રહી હોવાથી ભારત મેડિકલ ઉપકરણોની આયાત પર ભાર આપી રહ્યું છે. આ કડીમાં ચીનના શંઘાઈથી આયાત કરેવા મેડિકલ ઉપકરણો સાથે વિમાન દિલ્હી પહોંચ્યું હતુ.
ભારતમાં કોરોના વાઈરસ સંબંધિત મેડિકલ ઉપકરણોની અછત હોવાથી ચીનના શંઘાઈથી સાધન સામગ્રીની આયાત કરવામાં આવી છે. એવામાં શંઘાઈથી મેડિકલ ઉપકરણો સાથે સ્પાઈસજેટ ફ્રિટર દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યુ હતું. આ વિમાને આશરે 18 ટન ટન તબીબી અને ઇમરજન્સી સાધનો પૂરા પાડ્યા છે.
આપને જણાવી દઈએ કે સ્પાઈસજેટે બુધવારે કહ્યું કે આ પહેલી વાર છે કે સ્પાઈસ જેટે પોતાનું માલવાહક વિમાન ચીન મોકલ્યું હોય. અગાઉ સ્પાઈસ જેટે ક્યારેય પોતાનું માલવાહક વિમાન ચીન મોકલ્યું નથી.