ન્યુઝ ડેસ્ક: ફ્રાન્સના વડા પ્રધાન એદુઆ ફિલીપને સાથી સાંસદોએ રાષ્ટ્રીય સંસદમાં ગુરુવારે ઘેર્યા હતા અને તેમને પૂછ્યું હતું કે તેઓ સમજાવે કે તેના કોરોના વાઇરસના ઘર-વાસમાંથી દેશને કઈ રીતે બહાર કાઢવો તેના માટે કઈ રણનીતિઓ વિચારાઈ રહી છે.
ફ્રાન્સ ૧૭ માર્ચથી સંપૂર્ણ ઘર-વાસમાં છે. ઘરથી તમામ બિન જરૂરી પ્રવાસો પર પ્રતિબંધ મૂકાયો છે અને લોકો સહી કરાયેલ અને તારીખવાળા અનુમતિ પત્રક વગર તેમનાં ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. બહાર જવા માટે જે કારણોને અનુમતિ છે તેમાં જરૂરી ચીજોની ખરીદી, ડૉક્ટરની મુલાકાત, કૂતરાને બહાર ફરવા લઈ જવો અથવા નાની કસરતનો સમાવેશ થાય છે.
ફ્રાન્સ સરકારે અત્યાર સુધીમાં કોરોના વાઇરસને અંકુશમાં રાખવા માટે લદાયેલાં નિયંત્રણોને હળવાં કરવા માટેના તેના વિકલ્પો પર ભારે મૌન રાખ્યું છે. નિષ્ણાતો અનેક પ્રકારનાં અનુમાનો કરી રહ્યાં છે કે કઈ રીતે અને ક્યારે ઘર-વાસ ઉઠાવી શકાય છે. નીચે કેટલીક સંભવિત વિકલ્પો આપ્યા છે.
સામૂહિક રોગપ્રતિકારક પછી તમામ નિયંત્રણો એક સાથે ઉઠાવી લેવાં
"એવી સંભાવના છે કે આપણે એકાંતવાસનો અંત જોવાના નથી જે દરેક જગ્યાએ અને દરેક જણ માટે એક જ ધડાકે થઈ જાય." તેમ જ્યારે ઘર-વાસ ઉઠાવવા માટેની સમયમર્યાદા અને પ્રક્રિયા વિશે પૂછાતાં ફિલિપે કહ્યું હતું.
સામૂહિક ટેસ્ટિંગ સાથે પ્રદેશવાર ઘર-વાસ હળવો કરવો
વડા પ્રધાને પ્રદેશવાર ઘર-વાસનાં પગલાં હળવાં કરવાની સંભાવના ટાંકી હતી જે નવી ટેસ્ટિંગ નીતિને આધીન રહેશે જે સંભવત: ઉંમર અને અન્ય પરિબળો પર પણ આધાર રાખશે."
ફ્રાન્સને ટેસ્ટિંગ માટે સઘન ક્ષમતાની અને "પ્રકોપને ખૂબ જ સ્થાનિક રીતે ઓળખવા અને એકલા પાડવા" માટે સમર્પિત ટુકડીઓની જરૂર રહશે.
કોરોનાવાઇરસ ફ્રેન્ચ કાળજી ઘરોમાં ઘૂસ્યો અને મૃત્યુની સુનામી અગણિત રીતે ચાલી જ રહી છે
ફ્રેન્ચ સરકારે ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાઇરસથી કાળજી ઘરોમાં ઓછામાં ઓછા ૮૮૪ લોકોનાં મૃત્યુ થયાં છે, રોગચાળો શરૂ થયો ત્યારથી તેનો પ્રથમ અંદાજ છે.
ફ્રાન્સ આરોગ્યકાળજીની લાંબા સમયથી અવગણાયેલી શાખા, વૃદ્ધો માટેનાં કાળજી ઘરો એકાંતતામાં કામ કરવા ટેવાયેલાં છે, પરંતુ તેમની નુકસાની ટીપ્પણી વગરનો છે. કોરોનાવાઇરસની મહામારી દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે તેમ તેઓ 'લોહીયાળ સ્નાન' કરી રહ્યા છે- જેનું પૂર્ણ સ્વરૂપ તો કદાચ ક્યારેય જાણવા નહીં મળે.
માર્કેનટ્સના કાળજી ઘર જે મલહાઉસના શહેર પાસે આવેલું છે તેમાં ગયા એક સપ્તાહમાં જ નવ નિવાસીઓનાં મૃત્યુ થયાં છે. મૃત્યુનું કારણ નક્કી કરવા કોઈ ટેસ્ટ કિટ પ્રાપ્ય નથી, પરંતુ ભોગ બનેલાઓમાંથી સાત જણાને ખાસ કૉવિડ-૧૯, નવા કોરોના વાઇરસ દ્વારા સર્જાયેલો જીવલેણ રોગનાં લક્ષણો હતાં.
નજીકના વૉસ્ગેસ ડિપાર્ટમેન્ટમાં એક સહિત અન્ય ઘરોમાં બે આંકડામાં મૃત્યુ થયા છે. ખાસ કરીને વૃદ્ધ લોકો વાઇરસના ઝડપી શિકાર બને તેવા છે ત્યારે ફ્રાન્સના સરકાર દ્વારા ભંડોળ અપાતાં ૭,૦૦૦થી વધુ 'ઇએચપીએડી' કાળજી ઘરોને ટિક ટિક થતા ટાઇમ બૉમ્બ તરીકે ઓળખાવા લાગ્યા છે.
કેટલાક બચેલા લોકો માટે કોરોના વાઇરસની જટલિતાઓ 'આજીવન' ટકી શકે છે
વિશ્વ ભરમાં પુષ્ટ થયેલા કોરોના વાઇરસના કેસો ૧૦ લાખ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સાજા થયેલા લોકોની સંખ્યા પણ, ઈશ્વરનો પાડ કે મૃત્યુ આંક કરતાં ચાર ગણી છે. પરંતુ તબીબી નિષ્ણાતોએ ફ્રાન્સ ૨૪ને કહ્યું કે કૉવિડ૦૧૯થી ફેફસાં, હૃદય, મગજ અને અન્ય અવયવોને લાંબા ગાળાનું તીવ્ર નુકસાન થઈ શકે છે અને કેટલાક દર્દીઓ માટે, આ જટિલતાઓ કાયમી હોઈ શકે છે.
વિશ્વ ભરમાં અત્યાર સુધી ૯,૫૦,૦૦૦ કરતાં વધુ કેસ કોરોના વાઇરસના છે, ૨,૦૨,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે જ્યારે ૪૮,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે ક્લિનિશિયનોએ ધ્યાન દોર્યું છે કે કૉવિડ-૧૯ના કેટલાક બચેલા લોકોમાં શ્વસનતંત્રની ગંભીર પીડાનાં લક્ષણ (એઆરડીએસ) વિકસ્યાં છે- એક તીવ્ર સ્થિતિ જે ખૂબ જ ખરાબ અસર પામેલા દર્દીઓ માટે તેમની બાકીની આખી જિંદગી ચાલી શકે છે.
ફ્રાન્સે કોરોના વાઇરસના દર્દીઓને ખસેડવા માટે અતિ ઝડપી ટ્રેન મૂકી
પૂર્વીય ફ્રાન્સના સ્ટ્રાસબર્ગના રેલવે સ્ટેશન ખાતે મેડિકલ સુવિધાવાળી ટીજીવી અતિ ઝડપી ટ્રેનમાં કૉવિડ-૧૯ના ચેપવાળા દર્દીને મેડિકલ સ્ટાફ ચડાવી રહ્યો છે
અતિ ઝડપી ટ્રેન ઐતિહાસિક પ્રથમ વિશ્વ યુદ્ધનાં સ્થળો અને કિલ્લાવાળી લૉઇરે ઘાટીમાંથી ઝડપથી પસાર થઈ રહી છે અને તે નાજક માલને લઈ જઈ રહી છે: ૨૦ ગંભીર બીમાર કૉવિડ-૧૯ દર્દીઓ અને તેમને જીવતા રાખવા માટેના બ્રેથિંગ મશીન.
ટીજીવીમાંથી બનેલું હરતુંફરતું ઇન્ટેન્સિવ કેર યૂનિટ એ ફ્રાન્સના રાષ્ટ્રવ્યાપી ટ્રેન, હેલિકૉપ્ટર, જેટ અને યુદ્ધ જહાજોને હેરફરે કરવા માટેનો એક નમૂનો છે, તેને ગીચ હૉસ્પિટલને રાહત આપવા અને સેંકડો દર્દીઓ તેમજ તબીબી કર્મચારીઓને કોરોના વાઇરસનાં સંભવિત સ્થલોની બહાર લાવવા માટે મૂકાઈ છે.