વિદ્યાર્થીઓએ રોહિતનો છેલ્લો પત્ર વાંચ્યો કે, તે પોતાના જીવનથી ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો હતો. તેમજ કેટલાય મહિનાઓથી યુનિવર્સિટી દ્વારા તેની સ્કૉલરશીપ આપવામાં આવી નહોતી. જેના કારણે તે ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. જો કે, તેણે પત્રમાં આત્મહત્યા માટે કોઈને જવાબદાર ઠેરવ્યું નથી.
આ સમગ્ર ઘટનાને યાદ કરતા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આ રીતસરની હત્યા હતી. જે પ્રશાસન દ્વારા કરાયેલી હતી. આ પ્રદર્શનમાં દિલ્હી યુનિવર્સિટી સહિત જામિયાના પણ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ સંદર્ભે જામિયા એક વિદ્યાર્થીએ કહ્યું કે, પ્રશાસને રોહિતને ખૂબ માનસિક ત્રાસ આપ્યો. તેની શિષ્યવૃતિ અટકાવી દીધી હતી.
![Four years after Rohit Vemula's suicide, students recalled reading his last letter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-ned-01-rohit-vemula-vis-7206778_17012020175830_1701f_1579264110_147.jpg)
રોહિત ગરીબ પરિવારનો હોવાથી કેટલીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ તેને હૉસ્ટેલમાંથી પણ કાઢી મુકાયો હતો. જેના કારણે તે હૉસ્ટેલની બહાર તંબુ તાણી રહેતો હતો. પરંતુ જ્યારે આ બધી સમસ્યાઓ સામે હારી જતા તેણે પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. હાલ વિદ્યાર્થીઓએ માંગણી કરી છે, કે રોહિતના મૃત્યુની નિષ્પક્ષ તપાસ કરવામાં આવવી જોઈએ.