- આંધ્ર પ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માત
- ચાર બાળકોના મોત, 15 લોકો ઇજાગ્રસ્ત
- 40 લોકોની ભીડમાં લારી ઘુસી જતાં સર્જાયો અકસ્માત
અમરાવતીઃ આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે. ધાર્મિક સમારોહમાં સવારની પ્રાર્થના માટે 40 લોકો યારગુંટલાથી પગપાળા જઇ રહ્યા હતા અને ત્યારે એક લારી ભીડમાં ઘુસી જતા મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાર બાળકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત છે.
40 લોકોની ભીડમાં લારી ઘુસી જતાં સર્જાયો અકસ્માત
વધુમાં જણાવીએ તો 15 ઇજાગ્રસ્તોમાંથી બે ગંભીર છે.
ચાલકે ભીડ જોઇને પણ લારી રોકી નહીં અને આ ઘટના બની હતી. બટ્ટુલુરૂના સ્થાનિક લોકોએ લારી ચાલકને ઘેરીને દબોચી લીધો હતો.
હાલ તમામ ઇજાગ્રસ્તોની નંદ્યાલ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.