નવી દિલ્હી: રાજધાનીમાં આતંકી હુમલો કરવા ફરી રહેલા 4 કાશ્મીરી યુવકોને સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. રાજધાનીમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે કામ કરી રહ્યા હતા. તેમની પાસેથી 4 પિસ્તોલ અને 120 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ઈશફાફ મજિદા કોકા કાશ્મીરના કુખ્યાત આતંકી બુરહાન કોકા ઉર્ફ છોટા બુરહાનનો મોટો ભાઈ છે. જે સેનાની અથડામણમાં માર્યો ગયો હતો.
તાજેતરમાં જ સ્પેશિયલ સેલને માહિતી મળી હતી કે, કાશ્મીરી યુવાનોએ દિલ્હીમાં મોટા પ્રમાણમાં હથિયારો એકત્ર કર્યા છે અને તે આઈટીઓ અને દરિયાગંજની આસપાસ જોવા મળી રહ્યો છે. આ બાતમીના આધારે ચારેય આરોપીઓ આઇટીઓની પાસે છટકું ગોઠવી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે, ઇશ્ફાક મજીદ કોકા અંસાર ગજવત ઉલ હિન્દના પ્રમુખ સાથે સંપર્કમાં હતા. તેણે અલ્તાફ અહમદ ડારને દિલ્હીમાં હુમલા માટે તૈયાર કર્યો હતો. જે તેની દુકાનમાં કામ કરતો હતો. આ સિવાય તેણે તેના સંબંધી આકિબ સૈફીને પણ સામેલ કર્યો જે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.
અલ્તાફ અહમદે મુશ્તાક અહમદ ગનીને પણ સાથે લીધો હતો. જે શ્રીનગરમાં ટેક્સી ચલાવતો હતો. તે પોતાના સરગનાના ઈશારે 27 સપ્ટેમ્બેરે દિલ્હી આવ્યો હતો. તેમના બેન્ક ખાતામાં પૈસા હથિયાર ખરીદવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમણે શસ્ત્રો ખરીદ્યા હતા અને આતંકી હુમલો કરવાની તક શોધી રહ્યા હતા.