શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર સ્થિત ઘોરડીમાં એક ઘર ઉપર ભેખડ પડવાથી 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઉઘમપુરના ઘોરડી વિસ્તારમાં જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે નજીકના લોકો દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવા લાગ્યાં હતાં.
આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી અને રાહત બચાવ કામમાં લાગી છે.
ભારત દેશમાં ભૂસ્ખલન એક ગંભીર સમસ્યા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભેખડ પડવાની ઘટનાઓ બનતી હોય છે. જે કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.