ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: TDPના પૂર્વ ધારાસભ્યને 14 દિવસના રિમાન્ડ પર મોકલાયા - આંધ્રપ્રદેશ

કોવિડ-19 લોકડાઉનના ઉલ્લંઘનના કેસમાં તેલુગુ દેશમ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ચિંતામણી પ્રભાકરને 14 દિવસના ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

TDP leader
ટીડીપીના પૂર્વ ધારાસભ્યને 14 દિવસના રિમાન્ડ પર મોકલાયા
author img

By

Published : Jun 14, 2020, 10:05 AM IST

અમરાવતી: કોવિડ-19 લોકડાઉન ઉલ્લંઘનના કેસમાં તેલુગુ દેશમ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ચિંતામણી પ્રભાકરને 14 દિવસના ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પોલીસે શુક્રવારે તેની અટકાયત કરી હતી. જ્યારે તેણે ઈલુરુ શહેર નજીક કલાપરુ ટોલ પર વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.

ધારાસભ્ય સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કોવિડ-19 લોકડાઉન નિયમોના ભંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી બાદ મેજિસ્ટ્રેટે TDPના પૂર્વ ધારાસભ્યને 14 દિવસના ન્યાયિક રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.