નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. જો કે, હાલ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર છે. બ્રેન સર્જરી બાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.
તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બ્રેન સર્જરી સફળ રહી હતી. આ સર્જરી પહેલા 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાના કિરનાહાર ગામમાં પ્રણવ મુખર્જીના સારા સ્વસ્થ માટે એક યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. મુખર્જીના પિતૃક ગામમાં શરુ થયેલો આ યજ્ઞ 72 કલાક સુધી ચાલશે.
આ યજ્ઞ ઝપેશ્વર શિવ મંદિરમાં જન્માષ્ટમીના શુભ અવસર પર શરુ થયો છે. આ યજ્ઞ સતત 3 દિવસ સુધી ચાલુ રહેશે. આ સમગ્ર જાણકારી યજ્ઞના મુખ્ય પૂજારીએ આપી હતી. પુજારીએ કહ્યું કે, મહામૃત્યુંજય યજ્ઞ પ્રણવ બાબુના સારા સ્વાસ્થ માટે છે. મુખર્જીની બહેન અને પરિવારના અન્ય સભ્યોએ તેમના સારા સ્વાસ્થની પ્રાર્થના કરી છે.
પ્રણવ મુખર્જીએ સોમવારે ટ્વીટમાં કર્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરૂ છું કે તમામ લોકો ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઇ જાય.