તિરુવનંતપુરમ: લદ્દાખમાં લાઈન ઓફ એન્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના અથડામણની પ્રતિક્રિયા આપતા પૂર્વ ભારતીય રાજદ્વારી ટી.પી. શ્રીનિવાસને કહ્યું કે, ચીન જાણી જોઈને LAC પર તણાવ પેદા કરવા માગે છે.
ઓસ્ટ્રિયા અને સ્લોવેનીયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રીનિવાસે કહ્યું કે, કોરોના મહામારીને કારણે ચીન હાલમાં વધુ આક્રમક મુદ્રામાં છે.
તેમણે કહ્યું કે, 1962માં ચીને ભારત સાથે યુદ્ધ કર્યું હતું, જ્યારે અમેરિકા ક્યૂબા સામેની લડાઈમાં વ્યસ્ત હતું. જ્યારે ક્યૂબા સાથેનું સંકટ સમાપ્ત થયું, ત્યારે ચીને ભારત સામે યુદ્ધ બંધ કરી પોતાના સૈનિકોને પરત લઈ લીધા હતા. કારણ કે, ચીનને જાણ હતી કે, અમેરિકા તરફથી ભારતને મદદ મળી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાર્ય કામ કરી ચુકેલા શ્રીનિવાસને કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન ભારતને અમેરિકા તરફથી કોઈ મદદ મળી શકે તેમ નથી.
તેમણે કહ્યું કે, ચીન આપત્તિમાં તક ગોતવાના પ્રયત્ન કરી રહ્યું છે. ચીન તાઈવાન અને હોંગકોંગ સાથે પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. આ આક્રમકતા સામાન્ય છે. સ્થાનીય સ્તર ઉપર હોય કે કમાંડર સ્તર પર તેમજ આ ઉચ્ચતમ આદેશ અનુસાર પર પણ હોય શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે જ્યારે સીમાઓ પર તણાવ હોય છે, ત્યારે આપણે સૈનિક સ્તર અથવા રાજકીય સ્તર પર ચર્ચા કરીએ છીએ. જેનાથી આ ઘટના સામાન્ય થઈ જાય છે, પરંતુ આ વખતે ચીન તરફથી થોડી વધારે જ આક્રમકતા દેખાય રહી છે. જાણી જોઈને વધુમાં વધુ તણાવ પેદા કરવાની નીતિ છે.