મોદી સરકારના પહેલા કાર્યકાળના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મંગળવારે સાંજે હાર્ટએટેક આવ્યો હતો. તેમને હાલમાં દિલ્હીની AIMS હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં 11 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયુ હતું. આ સમાચાર મળતા જ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો હર્ષવર્ધન અને કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
તેમના નિધનથી દેશ આખો શોકમય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
બુધવારે સવારે 8 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને, બપોરે 12 વાગ્યે ભાજપ કાર્યલયમાં તેમના પાર્થિવદેહના અંતિમદર્શન થઈ શકશે. બપોરે 3 કલાકે રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરાશે.